For Personal Problems! Talk To Astrologer

કુંભ – કુંભ સુસંગતતા

કુંભ અને કુંભ રાશિ વચ્ચે સુસંગતતા

કુંભ જાતકોને સ્વતંત્રતા ગમે છે અને પ્રેમની ઝંખનામાં, તેઓ પોતાને દુનિયાથી અલગ કરી લે છે. તેઓ ઘણાં મિત્રો બનાવવા સક્ષમ હોય છે છતાં નિકટના મિત્રો તેમને ઘણાં ઓછા મળે છે. તેઓ દેખાવમાં સારું વ્યક્તિત્વ ધરાવતા હોય છે. અને જીવન પ્રત્યેનો તેમનો અભિગમ કંઇક અલગ હોય છે. તેમનો પ્રેમ ઊંડો અને ઉત્તેજનાથી ભરપૂર હોય છે પણ પ્રતિબદ્ધતા તેમના માટે ભારેખમ શબ્દ થઇ પડે છે. કુંભ જાતક ખુશી અને ઉત્તેજનાથી ભરપૂર સારો સંગાથ પૂરો પાડે છે, પણ જીવનની કેટલીક મહત્વની બાબતોને ઓછું મહત્વ આપે છે. તેમની વચ્ચેનું જોડાણ રસપ્રદ અને સંતોષકારક હોય છે.

કુંભ પુરુષ અને કુંભ સ્ત્રી વચ્ચે સુસંગતતા
કુંભ જાતકો પોતાના જીવનસાથીને સ્વતંત્રતા અને આરામ પૂરા પાડે છે. બંનેની રાશિ એક હોવાથી તેઓ એકબીજાનો સાથ માણી શકશે. બંનેને નવી જગ્યાઓ શોધવી, સાહસમાં જોડાવું અને જીવનના દરેક પાસા વિશે વાત કરવાનું ગમે છે. મૈત્રીભર્યુ વાતાવરણ પુરૂં પાડવા પર તેઓ ધ્યાન આપશે અને એકબીજાની જરૂરિયાતને સમજી શકશે પણ તેઓ એકબીજા પાસેથી પ્રેમના ગાઢ જોડાણની અપેક્ષા રાખી શકશે નહીં. તેઓ જો એકબીજાને ફક્ત મિત્રો કરતા કંઇક વિશેષ માને તો તેમની વચ્ચે સુસંગતતા થઈ શકે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

કુંભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે તમારા કર્મસ્થાનમાં સૂર્ય અને શુક્રનું ભ્રમણ પ્રોફેશનલ મોરચે પ્રગતિપૂર્ણ રહેશે. નવા કરારો કે સંયુક્ત સાહસોનો આરંભ કરવા માટે સપ્તાહના મધ્યનો સમય સૌથી યોગ્ય છે. છેલ્લા બે દિવસમાં તમારી વર્તમાન સ્થિતિને જાળવી રાખો એ જ…

કુંભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના આરંભે વિવાહિત જાતકો સારા સંબંધો માણી શકશે પરંતુ પ્રેમસંબંધો ટકાવી રાખવા માટે અત્યારે તમારે વધુ પ્રયાસ કરવા પડશે. ખાસ કરીને તમારી વચ્ચે પારસ્પરિક વિશ્વાસનો પ્રશ્ન ઉભો થાય તેવી કોઇપણ સ્થિતિ ટાળવાનો પ્રયાસ કરવો. જેઓ…

કુંભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે તમને ભાગ્યનો સાથ મળી રહ્યો હોવાથી તમે આવક ઉભી કરી શકશો. અપેક્ષિત લાભ મળવામાં થોડો વિલંબ થઈ શકે છે માટે તમે થોડા અકળાઇ શકો છો. ભાગીદારીના કાર્યોમાં ઉત્તરાર્ધમાં કમાણી કરી શકશો. શેરબજાર અથવા કોઇપણ સટ્ટાકીય પ્રવૃત્તિઓમાં…

કુંભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

તમને શિક્ષણ મામલે બૌદ્ધિક પ્રતિભા સાથે આગળ વધશો પરંતુ એકાગ્રતા અને સુઝ તમારી અપેક્ષા કરતા ઓછા રહેશે. તેમાં પણ ખાસ કરીને પહેલા દિવસે મધ્યાહન સુધી વિશેષ ધ્યાન રાખવું પડશે. જેઓ ટેકનિકલ વિષયો, એનાલિસિસ, રિસર્ચ વગેરેમાં ઉચ્ચ અભ્યાસ…

કુંભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્યની આપે થોડી કાળજી તો લેવી જ પડશે કારણ કે સપ્તાહની શરૂઆતમાં તમારા રોગ સ્થાનમાં જ ચંદ્ર છે અને છેલ્લા બે દિવસમાં ચંદ્ર અષ્ટમ સ્થાનમાં આવશે જે સારી સ્થિતિ નથી. આ સમયમાં તમને આળસ અને થાક વધુ વર્તાશે. વાયુ વિકારની સમસ્યા પણ…

નિયતસમયનું ફળકથન