મિથુન વાર્ષિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ વર્ષ (2016)

આ સમય દરમિયાન આપની મુંઝવણો પરથી પડદો ઉઠતા અનેક બાબતે સ્પષ્ટ જણાશે તેમજ ઘણા લાંબા સમયથી પડતર સમસ્યાઓનો નિકાલ આવશે. ભાગ્યસ્થાન પર ગુરુ મહારાજની દૃષ્ટિ હોવાથી નસીબનો સાથ મળશે. ભાગ્યનાં જોરે અને પરસેવો પાડીને આપ નાણાં મેળવી શકશો તેમજ સાથે સાથે બચતનું નક્કર આયોજન કરીને આપના આર્થિક ભાવીને સુરક્ષિત કરી શકશો. જીવનસાથી તથા ભાગીદાર તરફથી નાણાકીય સહાય મળતી જણાશે. ખર્ચનું પ્રમાણ રહેશે પરંતુ મોટાભાગનો ખર્ચ કુટુંબ પાછળ કે સંતાન પર કરવો પડશે જેથી મનોમન આપને કોઈ ફરિયાદ કે વસવસો નહીં રહે. આ સમય દરમિયાન નવી નાણાકીય જવાબદારી વધવા દેશો નહીં. ખાસ કરીને ગજા બહારના સાહસો ખેડવા માટે લોન લેવી નહીં. ખોટા ખર્ચના પ્રસંગો આવે, આર્થિક ફટકો પડે અથવા અણધાર્યું આર્થિક નુકસાન થવાની શક્યતા વર્ષ દરમિયાન એકાદ-બે વખત આવી શકે છે પરંતુ આપની સતર્કતા હશે તો તેને પણ ટાળી શકશો કારણ કે ગ્રહોની સ્થિતિ વધુ પડતી નકારાત્મક નથી. નોકરિયાતને કોઈ વ્યય કે નુકસાનના સંકેત જણાઈ રહ્યા છે. આ સમયમાં મકાન કે સ્થાવર સંપત્તિમાં રોકાણ કરવું સલાહ ભર્યું છે. ભાડાની આવક પણ થતી રહેશે. ઓફિસ કે ઘરમાં ફર્નિચર અને સજાવટ પાછળ ગજા બહારનો ખર્ચ ન થાય તેની કાળજી રાખવી. શેર-સટ્ટાથી કમાવાની લાલચને રોકી રાખજો. સટ્ટાકીય આવક ઉભી થાય પરંતુ તે અચાનક વપરાઈ જતી જણાય છે. જો જીવનસાથી પ્રોફેશનલ ક્ષેત્રમાં જોડાયેલા હશે તો તેમની આવકમાં વધારો થઈ શકે છે.
#

Trending (Must Read)

મિથુન સાપ્તાહિક ફળકથન – 27-11-2016 – 03-12-2016

મિથુન માસિક ફળકથન – Dec 2016

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો મિથુન