મિથુન વાર્ષિક સ્વાસ્થ્ય ફળકથન

આ વર્ષ (2016)

આ વર્ષ દરમિયાન આપનું આરોગ્ય એકંદરે સ્વસ્થ રહેશે. તમે માનસિક મનોબળ ટકાવી રાખજો કારણ કે માનસિક રીતે નબળા પડશો તો બિમારી ઘેરી વળશે. ગેસ કે કફથી થતા રોગ માટે તકેદારી રાખવી. માનસિક તણાવને કારણે હાઈ બ્રડપ્રેશર કે હાર્ટના રોગ થઈ શકે છે. અકસ્માત કે ઓપરેશનના પણ યોગ બની શકે છે. મુસાફરી દરમિયાન પણ તબિયતની કાળજી રાખવી. નાનીમોટી મુસાફરીના યોગ અવારનવાર આવતા રહેશે. મુસાફરી દરમિયાન કોઈને કોઈ મુશ્કેલી પડે અથવા પ્લેન, ગાડી કે બસ ચુકી જવાય અથવા આપનો સામન ચોરાઈ જાય કે ખીચું કપાય જાય જેના કારણે આપ મુશ્કેલીમાં મુકાવ તેવી સંભાવના પણ જણાય છે. માત્રને માત્ર સાવધાની આપને આ સ્થિતિથી બચાવી શકશે.
#

Trending (Must Read)

‘ધનતેરસ’ના પવિત્ર દિવસે રાશિ અનુસાર પૂજા -અર્ચના કરી જીવનમાં અપાર સમૃદ્ધિ મેળવો

હિન્દુ પંચાંગ અનુસાર આસો વદ તેરસ એટલે કે ધન તેરસનો તહેવાર ઉજવવામાં આવે છે જે ખાસ કરીને જીવનમાં સમૃદ્ધિ પામવા અને લક્ષ્મીજીની કૃપા મેળવવા માટે વિશેષતઃ ઉજવાય છે. આ દિવસે મંદિરો, ઘરો, ઓફિસો, દુકાનો અને કાર્યસ્થળોએ લક્ષ્મીજીની પૂજાનું વિશેષ આયોજન કરવામાં આવે છે. દિવાળીનું પર્વ આમ તો વાઘ બારસથી શરૂ થાય છે પરંતુ મુખ્ય પાંચ પર્વો ધનતેરસ, કાળી ચૌદશ, દિવાળી, બેસતુવર્ષ અને ભાઈબીજ ગણતા હોવાથી દિવાળીના તહેવારોનો પ્રારંભ પણ આ દિવસથી જ થાય છે. આયુર્વેદના પ્રણેતા ભગવાન ધનવંતરીની આ દિવસે વિશેષ પૂજા કરવાામં આવે છે.

મિથુન સાપ્તાહિક ફળકથન – 23-10-2016 – 29-10-2016

મિથુન માસિક ફળકથન – Oct 2016

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો મિથુન