મિથુન વાર્ષિક વ્યવસાય અને કારકિર્દી ફળકથન

આ વર્ષ (2016)

આપની માનસિક સ્થિતિ, કામગીરીના બોજા તથા આપની યોજનાઓમાં હજુ જોઇએ તેટલી પ્રગતી ન થતા આપને અસ્વસ્થતા કે તાણ રહેવાનો સંકેત મળે છે. વર્ષના મધ્યમાં કારોબાર પ્રત્યે આપ વધારે સક્રિય થશો. આ સમયમાં આવકની તુલનાએ બીજાની જરૂરિયાતો સંતોષવા પાછળના ખર્ચ અને ચુકવણી વધુ રહેતા નાણાકીય સ્થિતિ જરા મુશ્કેલીપૂર્ણ લાગશે. વેપાર-ધંધાના ક્ષેત્રમાં પણ કેટલાક લાભો ગુમાવવાની તૈયારી રાખજો. આપના મિલકતોના લે-વેચના કાર્યમાં સાનુકૂળતા અનુભવશો. નાણાકીય મુંઝવણને લીધે નવા કાર્ય કે નવા આયોજન મોકૂફના રાખવા. કુટુંબમાંથી જરૂરી મદદ મળી જશે. નોકરીના સ્થાનમાં શનિ મહારાજની હાજરી આપને કામકાજમાં સ્થિરતા તો આપે પરંતુ સાથોસાથ માનસિક તણાવ અને વ્યથાનો અનુભવ કરાવે. ઉપરી અધિકારીનું કે બોસના આજ્ઞાંકિત બનશો તો બઢતીની સંભાવના છે. તેમની તરફેણ મેળવી તમારું કામ કઢાવી લેજો. તમારા પર જવાબદારીનો બોજ વધી શકે છે પરંતુ તમે નિષ્ઠાપૂર્વક ફરજ નીભવશો તો ચોક્કસ અપેક્ષાકૃત ફળ મળશે. સહકર્મચારીનું ધ્યાન રાખજો અને તેમની કનડગતથી કંટાળીને કોઈ ઉતાવળા પગલાં ન લેતા અન્યથા તમને જ નુકસાન થશે. નવી કોઈ તક મળે તો સ્વીકારી લેવી હિતાવહ છે. મલ્ટીનેશનલ કંપનીમાં કામ કરતા કર્મચારીને વિદેશ જવાના યોગ છે.
#

Trending (Must Read)

મિથુન સાપ્તાહિક ફળકથન – 27-11-2016 – 03-12-2016

મિથુન માસિક ફળકથન – Dec 2016

મિથુન સુસંગતતા

મિથુન રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મિથુન | નામનો અર્થ : મિથુન | પ્રકાર : અગ્નિ-પરિવર્તનશીલ-સકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, લીંબુ પીળો, પીળો | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો મિથુન