મિથુન – વૃશ્ચિ સુસંગતતા

મિથુન અને વૃશ્ચિક રાશિ વચ્ચે સુસંગતતા

મિથુન જાતકો તેજસ્વી અને ઉત્સાહી હોય છે પણ તેઓ ઇર્ષા તેમજ વેર વૃત્તિ સહન કરી શકતા નથી. તેમને સમાજની વચ્ચે રહેવાનું ગમે છે જ્યારે વૃશ્ચિક જાતકો રહસ્યમય હોય છે અને એકાંત ઇચ્છતા હોય છે. મિથુન જાતકો સ્વાર્થી, બેપરવા અને વ્યવહારૂ હોય છે, વૃશ્ચિક જાતકો ઇર્ષાળુ, માલિકીભાવ ધરાવતા તેમજ વર્ચસ્વની ઇચ્છાવાળા હોય છે. તેઓ બંને પોતાના કામમાં એકદમ વિરોધી હોય છે. તેમણે પોતાનો સંબંધ જાળવી રાખવા ઘણો સંઘર્ષ કરવો પડે છે.

મિથુન રાશિના પુરુષ અને વૃશ્ચિક રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં સ્ત્રી પુરુષની તેજસ્વિતા અને ઉત્સાહથી મોહિત થશે. પુરુષ સ્ત્રીના જુસ્સા અને પ્રામાણિકતાથી આકર્ષિત થશે. જો તેઓ સાથે મળી જાય તો તેનું પરિણામ ઘણું સારૂં મળી શકે, પરંતુ ઇર્ષા અને સ્ત્રીના વધુ પડતી અપેક્ષા રાખવાનું વલણ, પુરુષના અધીરા અને અસ્થિર સ્વભાવ જેવા નકારાત્મક પરિબળોને કારણે તેઓ પોતાના માટે જ વિઘ્નો ઊભા કરે તેવી શક્યતા છે. ગણેશજી કહે છે કે જો તેઓ પહેલેથી જ ભયસ્થાનો જાણે અને તે મુજબ ફેરફાર કરે તો લાંબો સમય સાથે રહી શકે છે.

મિથુન રાશિની સ્ત્રી અને વૃશ્ચિક રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ સંબંધ બંને માટે યોગ્ય નથી કારણ કે વૃશ્ચિક પુરુષની અપેક્ષાઓ ઘણી વધારે હોય છે જે મિથુન રાશિની સ્ત્રી સંતોષી શકતી નથી. શરૂઆતમાં તેમને એકબીજા માટે આકર્ષણ હોય છે, પરંતુ ફક્ત આ એક પરિબળ તેમના સંબંધને લાંબો સમય ટકાવી શકતું નથી. આ સ્ત્રી અવિચારી અને બેપરવા હોય છે જે પુરુષ સહન કરી શકતો નથી, અને પુરુષ ખૂબજ શંકાશીલ અને ઇર્ષાળુ હોય છે જે સ્ત્રીને ક્યારેય પસંદ નથી.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

પ્રોફેશનલ મોરચે સપ્તાહના પહેલા દિવસે કોઈપણ મહત્વનો નિર્ણય લેવાનું ટાળજો. તમારી માનસિક ચંચળતા વધુ રહેશે જેથી નવા પ્રોજેક્ટ લેવાનું અથવા નવા કાર્ય શરૂ કરવાનું પણ ટાળવું. સપ્તાહના મધ્યમાં તમે કામકાજમાં સૌથી વધુ એકાગ્રતા…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

શરૂઆતના બે દિવસમાં તમારામાં અજંપો અને માનસિક ચંચળતા ઘણી વધારે રહેશે જેના કારણે ખાસ કરીને વિજાતીય પાત્રો સાથે મુલાકતો ટાળવી. તમારી વાણીનું ખોટુ અર્થઘટન થવાની શક્યતા રહે માટે પ્રેમનો એકરાર કરવાનું પણ ટાળજો. જોકે ઉત્તરાર્ધનો…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહની શરૂઆત અને અંતમાં ખર્ચ થશે જેમાં ખાસ કરીને ધાર્મિક અથવા તબીબી બાબતોમાં નાણાં ખર્ચાય. જોકે સપ્તાહના મધ્યનો સમય તમને આર્થિક લાભ અપાવનારો છે. આવકના સ્ત્રોતો વધારવા માટે પ્રોફેશનલ મોરચે તમારી સક્રીયતા વધશે. ઉઘરાણીના…

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

જે વિદ્યાર્થી જાતકો ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરી રહ્યા છે અથવા જેઓ રિસર્ચ અથવા તે સંબંધિત અભ્યાસ કરી રહ્યા છે તેમને હાલમાં વધુ મહેનત કરવી પડશે. કદાચ એકાદ વખત નિષ્ફળતા પણ મળી શકે છે. શરૂઆતમાં તમને અજંપો ઘણો વધારે રહેશે પરંતુ…

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે તમારે સ્વાસ્થ્યમાં થોડા ચડાવઉતારનો સામનો કરવો પડશે. શરૂઆતના બે દિવસમાં શારીરિક સુસ્તિ અને નબળાઈ અનુભવશો. ત્યારપછીનો સમય સારો છે પરંતુ અંતિમ દિવસે આકસ્મિક ઈજા થઈ શકે છે. આ સમયમાં દાંત કે પેઢામાં દુખાવો, સ્નાયુઓ…

નિયતસમયનું ફળકથન