મિથુન – ધન સુસંગતતા

મિથુન અને ધન રાશિ વચ્ચે સુસંગતતા

મિથુન અને ધન જાતકો અશાંત અને ચર્ચા કરવાનું વલણ ધરાવતા હોય છે. લાંબો સમય સુધી કોઇ એક જગ્યા કે વ્યક્તિને વળગી રહેવું તેમના માટે મુશ્કેલ હોય છે. જો કે, ધન જાતકોને કોઇ સામાજિક કાર્યમાં જોડાવું ગમે છે જ્યારે મિથુન જાતકો પાસે તેના માટે સમય કે શક્તિ નથી હોતા. મિથુન જાતકો જીવન તેમને જે તરફ લઇ જાય તે રીતે જીવે છે જ્યારે ધન જાતકો જીવન વિશે ઘણાં ફિલસૂફ હોય છે. પણ તેમના સંબંધને કોઇ મોટી સમસ્યા નડતી નથી કારણ કે તેઓ ઘણું સમાધાનકારી વલણ ધરાવનારા હોય છે.

મિથુન રાશિના પુરુષ અને ધન રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ બંને જાતકો ટોળાંમાં ફરનારા, બહિર્મુખી અને સ્વતંત્રતાનો જુસ્સો ધરાવતા હોવાથી શરૂઆતમાં તેમની વચ્ચે આકર્ષણ થાય છે. તેમને નવા સ્થળોની મુલાકાત લેવાનું ગમે છે. તેમની વચ્ચે શારીરિક આકર્ષણ પણ સારું હોય છે. પરંતુ પુરુષના જીવન પ્રત્યેના બુદ્ધિગમ્ય દ્રષ્ટિકોણ અને સ્ત્રીની ઉષ્માભર્યા ઘર માટેની તીવ્ર ઇચ્છાને કારણે તેમની વચ્ચે સમસ્યાઓ ઊભી થાય છે. ખરાબ મૂડને કારણે તેઓ એકબીજાની ટીકા અને ગુસ્સે થવાનું શરૂ કરે છે.

મિથુન રાશિની સ્ત્રી અને ધન રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ યુગલ કુશાગ્ર બુદ્ધિ ધરાવે છે અને અર્થપૂર્ણ વાતચીતમાં જોડાવાનુ પસંદ કરે છે. બંને બહિર્મુખી સ્વભાવ અને જીવનમાં મજાક મસ્તીનું વલણ ધરાવે છે. સ્ત્રીના રંગીન મિજાજને કારણે પુરુષ અસુરક્ષા અનુભવી શકે છે. તેઓ સંબંધમાં મુક્ત અભિવ્યક્તિ કરી શકતા નથી તેથી સમસ્યાઓ ઊભી થાય છે. સ્ત્રીના મનમાં ઘણાં સપનાઓ અને દિશાઓ હોય છે જે પુરુષ સારી રીતે પૂરા કરી શકે છે. તેમની વચ્ચેની સુસંગતતા બંને પક્ષના સમાધાનકારી વલણથી લાંબો સમય ચાલી શકે છે.

સુસંગતતા

મિથુન વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

સપ્તાહના પ્રારંભિક બે દિવસમાં ખાસ કરીને તમારે હરીફાઈમાં ટકી રહેવા માટે પોતાની પ્રોડક્ટ કે સેવાની ગુણવત્તા પાછળ ખર્ચ કરવો પડશે જેથી નફાનું પ્રમાણ ઘટશે. કર્મસ્થાનમાં રહેલા શુક્ર અને મંગળ સાથે સપ્તાહના મધ્યમાં ચંદ્ર પણ યુતિમાં…

મિથુન પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે કામકાજના સ્થળે વિજાતીય પાત્રો સાથે તમારી નીકટતા વધશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં તમે જાહેર સંબંધો વધારવામાં વધુ સક્રીય બનશો. લગ્નોત્સુક જાતકોને તારીખ 2 પછી કોઈ યોગ્ય પાત્ર મળી શકે છે. મિત્રો સાથે સંબંધો જળવાઈ રહેશે પરંતુ…

મિથુન આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

તમારા ધન સ્થાનનો માલિક ચંદ્ર સપ્તાહમાં સતત પોતાની સ્થિતિ બદલશે અને અલગ અલગ ગ્રહો સાથે યુતિમાં પણ આવશે જેથી આર્થિક સ્થિતિ સ્વભાવિક પણે ચડાવઉતાર વાળી રહેશે. શરૂઆતમાં તમે પ્રોફેશનલ મોરચે ખર્ચ કરો તેવી શક્યતા છે. સપ્તાહના મધ્યમાં…

મિથુન શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

ઉચ્ચ ડિગ્રી માટે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને સપ્તાહના પ્રારંભમાં વધુ મહેનતની તૈયારી રાખવી પડશે કારણ કે નવમા સ્થાનમાં બુધ, સૂર્ય અને ચંદ્રની સાથે કેતુ આવતા તમામ ગ્રહોને દુષિત કરે છે. સપ્તાહના ઉત્તરાર્ધમાં વિદેશમાં અભ્યાસ…

મિથુન સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે એકંદરે તમારું સ્વાસ્થ્ય સારું રહેશે પરંતુ સપ્તાહના પ્રથમ અને અંતિમ દિવસે વધુ પડતા કામકાજના કારણે થાક, સુસ્તિ રહેશે. કોઈ અજાણી ચિંતાના કારણે અનિદ્રાની ફરિયાદ પણ રહે. જોકે તારીખ 26 અને 4ને બાદ કરતા આખું સપ્તાહ તમે…

નિયતસમયનું ફળકથન