મેષ માસિક ફળકથન

આ મહિનો (Feb 2017)

મહિનાના પ્રારંભે આપની રાશિથી સૂર્ય દસમે કર્મસ્થાનમાં મકર રાશિમાં ભ્રમણ કરે છે. પિતા સાથે સંબંધોમાં સૂલેહ વધશે. યશ, માન, કિર્તી, પ્રતિષ્ઠાની સંભાવના વધશે. લગ્નેશ તથા અષ્ટમેશ મંગળ બારમે મીન રાશિમાં ભ્રમણ કરે છે. શારીરિક તથા માનસિક પરિસ્થિતિ સારી રહે. પહેલા સપ્તાહમાં પારિવારિક સંબંધો, દાંપત્યજીવન, જાહેરજીવન, તથા અંગત સંબંધોમાં શુભ પરિણામો મળે. ધન રાશિમાં રહેલો શનિ ધીમી પરંતુ મક્કમ ગતિથી પ્રગતિ આપે. ઉઘરાણી જેવા કાર્યોમાં વિલંબની સંભાવના વધી જશે. ખાસ કરીને હાથમાં આવેલો લાભ છેલ્લી ઘડીએ છીનવાઈ શકે છે. આપની રાશિથી પાંચમે ભ્રમણ કરતો સિંહ રાશિનો રાહુ તથા અગિયારમે ભ્રમણ કરતો કુંભ રાશિનો કેતુ આર્થિક વ્યવહારોમાં ખાસ કાળજી લેવી અન્યથા મનદુઃખના પ્રસંગો આવી શકે છે. આ સમય દરમિયાન સટ્ટાકિય જોખમ ખેડવું નહીં. મહિનાના ઉત્તરાર્ધમાં સૂર્ય કુંભ રાશિમાં આવશે જે જાહેરજીવનમાં યશ, માન, કિર્તિ, પ્રતિષ્ઠાની પ્રાપ્તિ કરાવે. સ્વાસ્થ્ય થોડુ નરમગરમ રહેશે. ધનેશ તથા સપ્તમેશ શુક્ર આપની રાશિથી બારમે ભ્રમણ કરશે તેની અસર હેઠળ પારિવારિક સંબંધો, જાહેરજીવન, અંગતસંબંધો, ધંધાકીય સંબંધોમાં સાનુકૂળતા સધાય. આ સમય દરમિયાન અભ્યાસમાં અડચણો રહ્યા કરે.
#

Trending (Must Read)

વધુ જાણો મેષ

Free Horoscope Reports 

મેષ સાપ્તાહિક ફળકથન – 19-02-2017 – 25-02-2017

મેષ વાર્ષિક ફળકથન – 2017

મેષ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

મેષ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : મેષ | નામનો અર્થ : મેષ | પ્રકાર : અગ્નિ-મૂળભુત-સકારાત્મક | સ્વામી ગ્રહ : મંગળ | ભાગ્યશાળી રંગ : કિરમજી, લાલ | ભાગ્યશાળી દિવસ : મંગળવાર