૧૩ મુખી રુદ્રાક્ષ

  • Authenticated by ગણેશાસ્પિક્સ ટીમ
૧૩ મુખી રુદ્રાક્ષ
  • Please wait....
  • Delivery : 10 Days
  • Certified Product
  • 100% Original
ǃ

શુક્રના પ્રભાવને આપનાં જીવનમાં લાવી ધન અને વૈભવ પ્રાપ્તિ કરો

તેર મુખી રુદ્રાક્ષનો સ્વામી ગ્રહ શુક્ર છે અને તે ધારણ કરવાથી જાતકમાં ખૂબ સારી આકર્ષણ શક્તિ આવે છે અને તે લોકપ્રિયતા મેળવે છે. ઉપરાંત, આ રુદ્રાક્ષ ધારણ કરવાથી આધ્યાત્મિક શક્તિ અને માનસિક શાંતિમાં પણ વૃદ્ધિ થાય છે. તેર મુખી રુદ્રાક્ષનો સકારાત્મક પ્રભાવ આપના જીવનમાં બહેતર પરિવર્તન લાવશે.

ǃ

યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો!

રુદ્રાક્ષમાં આમ તો કોઈજ નકારાત્મક પ્રભાવ નથી હોતો છતાં પણ, આપ પોતાની કુંડળીમાં જન્મના ગ્રહોની સ્થિતિ અને આપની સમસ્યાને ધ્યાનમાં રાખીને તે સંબંધિત રુદ્રાક્ષ પહેરો તે સલાહભર્યું છે કારણ કે, તેનાથી આપ ચોક્કસ પ્રશ્નના ઉકેલ માટે તેને સંબંધિત રુદ્રાક્ષ ધારણ કરીને તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

Personalised Remedial Solutions for You...

તેર મુખી રુદ્રાક્ષ

તેર મુખી રુદ્રાક્ષ ધારણ કરવાથી જાતક પર ઈન્દ્ર દેવની કૃપા થાય છે. ઈન્દ્ર તમામ દેવોના રાજા છે અને આ રુદ્રાક્ષ ધારણ કરવાથી તે આપને ઉચ્ચ હોદ્દો તેમજ ધનસંપત્તિ અપાવશે. તેર મુખી રુદ્રાક્ષ કામદેવનું પણ પ્રતીક ગણાય છે માટે આ રુદ્રાક્ષ ધારણ કરવાતી જાતકમાં આકર્ષણ અને સૌંદર્ય વધે છે. તેર મુખી રુદ્રાક્ષથી છ મુખી રુદ્રાક્ષના તમામ લાભ મળે છે.

જીવનમાં સકારાત્મકતા લાવો...

રુદ્રાક્ષ કોઈપણ વ્યક્તિ ધારણ કરી શકે છે કારણ કે આ એક કુદરતી બીજ છે અને તેમાં કોઈ જ નકારાત્મક પ્રભાવ નથી હોતો. તે તમામ વ્યક્તિને દરેક પ્રકારે લાભદાયી છે. જોકે, સિદ્ધ કર્યા વગરનો રુદ્રાક્ષ ઉર્જારહિત હોય છે. તે ધારણ કરવાથી કોઈ નકારાત્મક પ્રભાવ તો નથી પડતો પરંતુ તેની સારી અને અપેક્ષિત અસર પણ નથી મળતી. આથી, હંમેશા સિદ્ધ કરલો રુદ્રાક્ષ જ ધારણ કરવો જોઈએ.

સાચી રીતે રુદ્રાક્ષ ધારણ કરો!

રુદ્રાક્ષનું શ્રેષ્ઠ પરિણામ મેળવવા માટે યોગ્ય રુદ્રાક્ષ, યોગ્ય રીતે ધારણ કરવામાં આવે તે ખૂબ જરૂરી છે. અમારા જ્યોતિષીઓ આપની જન્મકુંડળીના આધારે આપને સુચવશે કે, આપે કયો રુદ્રાક્ષ ધારણ કરવો જોઈએ. આ ઉપરાંત રુદ્રાક્ષ ધારણ કરતી વખતે કેવી પૂજા કરવી, નિયમિત કેવી પૂજા કરવી તેમજ કઈ બાબતોનું ધ્યાન રાખવું તેનું સંપૂર્ણ માર્ગદર્શન પણ આપને આપવામાં આવશે.

એક જ ક્લિક પર તમામ રુદ્રાક્ષ મેળવો!

અમે આપને દરેક રુદ્રાક્ષ દોરામાં અથવા ચાંદીના કવચ સાથે દોરામાં તેમજ સ્ફટિકની માળામાં ઉપલબ્ધ કરાવીશું. જ્યોતિષીના માર્ગદર્શન અનુસાર આપ પોતાની પસંદગીનો રુદ્રાક્ષ અમારી વેબસાઈટ પરથી મેળવી શકો છો. અમે આપને પૂજા વિધિ દ્વારા સિદ્ધ અને ઉર્જાવાન કરેલો રુદ્રાક્ષ મોકલીશું તેમજ આપે નિયમિત કેવી પૂજા કરવી તેનું પણ આપને માર્ગદર્શન આપીશું. તેનાથી આપને રુદ્રાક્ષનો મહત્તમ લાભ મળશે.

વિશ્વસનીયતા!

વર્તમાન સમયમાં બજારમાં સંખ્યાબંધ પ્રકારના નકલી રુદ્રાક્ષ પણ મળે છે માટે આપ જે રુદ્રાક્ષ ખરીદો તે ભરોસાપાત્ર હોય તે અત્યંત આવશ્યક છે. અમે આપને સૌથી ભરોસાપાત્ર અને વિશ્વસનીય રુદ્રાક્ષ ઉપલબ્ધ કરાવીશું જેથી આપને તેનો મહત્તમ લાભ થાય અને આપના નાણાંનું પુરુ વળતર મળી રહે.

ગુણવત્તાની કસોટી સાથે પ્રમાણભૂત રુદ્રાક્ષ મેળવો!

કોઈપણ રુદ્રાક્ષની ગુણવત્તા અને વિશ્વસનીયતામાં પ્રમાણપત્ર સૌથી શ્રેષ્ઠ ઉપાય છે. અમારા તમામ રુદ્રાક્ષને થર્ડ પાર્ટી સ્વતંત્ર સર્ટિફાયર દ્વારા માન્યતા આપવામાં આવે છે જેથી આપને પોતાના ઓર્ડર પ્રમાણેનો જ રુદ્રાક્ષ મળશે.

ǃ

More information about your Product

  • હું શા માટે આપની પાસેથી રુદ્રાક્ષ ખરીદુ?

    બજારમાં અત્યારે સંખ્યાબંધ લોકો નકલી રુદ્રાક્ષ વેચે છે. કોઈપણ સામાન્ય વ્યક્તિ રુદ્રાક્ષની વિશ્વસનીયતા અને ગુણવત્તા નક્કી ન કરી શકે તે સ્વાભાવિક છે. આથી અમે આપને પ્રમાણિત અને ઉર્જાવાન રુદ્રાક્ષ જ ઉપલબ્ધ કરાવીશું જેથી આપ તેનો મહત્તમ લાભ મેળવી શકો. અમારા સ્ટોરમાંથી ખરીદેલા રુદ્રાક્ષ સો ટકા પ્રમાણભૂત અને ભરોસાપાત્ર હશે તેવી અમે ખાતરી આપીએ છીએ.

    ગ્રાહકોનો સંતોષ અને વિશ્ચાસ અમારા માટે સર્વોપરી છે. આથી અમે ગ્રાહકોને સર્વોત્તમ ગુણવત્તાની સેવાઓ અને વસ્તુઓ ઉપલબ્ધ કરાવીએ તેવો અમે સતત પ્રયાસ કરીએ છીએ. અમે આપને એકદમ ભરોસાપાત્ર રુદ્રાક્ષ બીજ ઉપલબ્ધ કરાવીશું જે આપના જીવનમાં તમામ પ્રકારે સકારાત્મકતા અને પ્રગતિ લાવશે.

    આપની રુદ્રાક્ષ સંબંધિત તમામ જરૂરિયાતો અમે પુરી કરીશું. અમે આપને એકમુખીથી માંડીને તમામ પ્રકારના રુદ્રાક્ષ દોરા અથવા સ્ફટિકની માળામાં આપની જરૂરિયાત અનુસાર ચાંદીના કવચમાં ઉપલબ્ધ કરાવીશું.

  • આપનું માર્ગદર્શન મને કેવી રીતે ઉપયોગી થશે?

    આપની અંગત સમસ્યા શું છે અને તે કેટલી ગંભીર છે તેના આધારે અમારા જ્યોતિષી આપને ચોક્કસ કયો રુદ્રાક્ષ ધારણ કરવો તેની સલાહ આપશે જેથી આપ તેનો મહત્તમ લાભ મેળવી શકશો.

    આપને જે રુદ્રાક્ષ અમે ઉપલબ્ધ કરાવીશું તે એકદમ વાજબી ભાવે ઉત્તમ ગુણવત્તાનો હશે અને અમે આપને સિદ્ધ કરેલો રુદ્રાક્ષ જ મોકલીશું. જો આપને સુચન કરેલો રુદ્રાક્ષ આપ ધારણ કરશો તો ચોક્કસ આપ સમસ્યામાંથી છુટકારો મેળવી શકશો.

    આપની સમસ્યા અનુસાર જ આપ યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો તે ખૂબ જ સલાહભર્યું છે. અમારા જ્યોતિષી આપની સમસ્યાને ધ્યાનમાં રાખીને તેના સચોટ અને ઝડપી ઉકેલ માટે યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરવાનું સુચન કરશે. તેમની સલાહ અનુસરીને આપ શ્રેષ્ઠ કક્ષાનું પરિણામ મેળવી શકશો.

  • રુદ્રાક્ષ શું હોય છે?

    પ્રાચીનકાળથી એવી માન્યતા છે કે રુદ્રાક્ષ શિવજીનું અશ્રુબિંદુ છે. પરંતુ જો તેની જોડણી છુટી પાડવામાં આવે તો રુદ્ર એટલે કે શિવ અને અક્ષ એટલે તે આંખ/અશ્રુબિંદુ થાય છે. રુદ્રાક્ષ પવિત્ર બીજ છે(તે છોડ સ્વરૂપે પ્રાકૃતિક રૂપે ઝાડ પર ઉગે છે), અને તેને સાક્ષાત ભગવાન શિવનું સ્વરૂપ માનવામાં આવે છે. રુદ્રાક્ષનું જૈવવિજ્ઞાનિક નામ એલેઓકાર્પસ ગેનીટ્રસ રોક્સ્બ છે.
  • મારા જીવનમાં કેટલીક સમસ્યાઓ છે અને તેનાથી છુટકારો મેળવવા માટે હું ખૂબ જ મહેનત કરુ છુ. જોકે તેમાં કોઈ ખાસ ફરક જણાતો નથી. શું મારી આ સમસ્યા રુદ્રાક્ષ ધારણ કરવાથી ઉકેલાશે? મારે કયો રુદ્રાક્ષ ધારણ કરવો?

    આપની સમસ્યાનો ઉકેલ મેળવવા અને આપે કયો રુદ્રાક્ષ ધારણ કરવો તે જાણવા માટે આપ અમારા અંગત અને વ્યક્તિગત વિભાગમાં જઈને આપની સમસ્યાને અનુલક્ષને યોગ્ય પ્રોડક્ટ પસંદ કરશો તો અમારા જ્યોતિષી આપને સચોટ જવાબ અને તેનું નિરાકરણ જણાવશે. તેઓ આપને રુદ્રાક્ષ ઉપરાંત યંત્ર અને રત્ન જેવા ઉપાયો પણ સુચવશે. તે અનુસાર જ આપ રુદ્રાક્ષ પહેરશો તો આપની સમસ્યાનો ઝડપથી અને સરળતાથી ઉકેલ આવશે.
  • રુદ્રાક્ષ કેવી રીતે કામ કરે છે?

    પ્રાચીનકાળથી વિવિધ શાસ્ત્રોમાં રુદ્રાક્ષના લાભ અને તેના પ્રભાવ અંગે લખવામાં આવે છે. વિજ્ઞાનિક રીતે પણ પુરવાર થયેલું છે કે રુદ્રાક્ષમાં જૈવચુંબકીય ગુણ, દ્વીધ્રૂવીય ગુણ હોય છે જે રુદ્રાક્ષ ધારણ કરનારને ખૂબ સારી ઉર્જા આપે છે. આ ઉર્જાની મદદથી તેઓ વ્યક્તિત્વ, દેખાવ, પ્રભાવ, ચરિત્ર અને આત્મવિશ્વાસમાં વૃદ્ધિ કરી શકે છે. ઉપરાંત, તે ધારણ કરવાથી જીવનમાં શાંતિ અને સ્વસ્થતા મળે છે. બીજા શબ્દોમાં કહીએ તો, રુદ્રાક્ષ આપના મનોવિજ્ઞાનિક અને ચેતાતંત્ર પર મોટો પ્રભાવ પાડે છે. આથી, રુદ્રાક્ષ ચોક્કસપણે પ્રભાવ બતાવે છે પરંતુ તે કેવી રીતે અસર કરે છે તેનું વર્ણન કરવું લગભગ અશક્ય છે.
  • શું રુદ્રાક્ષમાં કોઈ નકારાત્મક પ્રભાવ હોય છે?

    ના, રુદ્રાક્ષમાં કોઈ જ નકારાત્મક પ્રભાવ કે નકારાત્મક ઉર્જા નથી હોતા. આથી તે કોઈપણ પ્રકારે જાતક માટે હાનિકર્તા નથી. રુદ્રાક્ષ બીજને અનંત ઉર્જાના સ્ત્રોત સમાન શિવનું પ્રતિક ગણવામાં આવે છે. જોકે, આ પવિત્ર બીજ પર ગ્રહોનો પ્રભાવ ચોક્કસ જોવા મળે છે. છતાં પણ, ગ્રહોનો પ્રભાવ રત્નો પર જે પ્રમાણે જોવા મળે છે તેવો રુદ્રાક્ષ પર નથી પડતો. એક વાત આપ ખાસ ધ્યાનમાં રાખજો કે રત્નો પર તેના સ્વામી ગ્રહનો અંકુશ હોય છે જ્યારે રુદ્રાક્ષમાં તેવું નથી હોતું. રુદ્રાક્ષ બીજમાં રત્નોની જેમ કોઈજ આડઅસર કે નકારાત્મક પ્રભાવ નથી હોતો. અલગ અલગ રુદ્રાક્ષનો લાભ વિભિન્ન પ્રકારે મળે છે માટે આપ પોતાની સમસ્યાને અનુલક્ષીને યોગ્ય રુદ્રાક્ષ ધારણ કરો તે ચોક્કસ સલાહભર્યું છે
Why & How

Frequently Asked Q's

  • Customer Care

    If you face any issue, while interacting with our website, feel free to get in touch with our friendly Customer Care team at 0091-79-4900-7777, during Monday to Saturday, between 10.30 am – 6.30 pm IST(+5.30 GMT). You can also send us an email on predictions@ganeshaspeaks.com

    Customer Reviews

    We have served 10,000,000+ satisfied customers since 2003. Hoping to serve You too !

    એક તબક્કો એવો હતો જ્યાં કારકિર્દીની પસંદગીમાં હું ખૂબ જ અટવાઈ ગઈ હતી. આથી મેં ઘણા લોકોની સલાહ લીધી પરંતુ સંતોષકારક જવાબ ન મળતા નિર્ણય લઈ શકતી નહોતી. આ સમયમાં મેં જ્યોતિષીય માર્ગદર્શન માટે ગણેશાસ્પિક્સનો સંપર્ક કર્યો અને તેમના જ્યોતિષીએ મને એકદમ સચોટ ફળકથન સાથે જ્યોતિષીય ઉપાયો પણ સુચવ્યા. આ ઉપાયોનું પાલન કરીને તેમજ તેમણે જણાવેલા ક્ષેત્રમાં કારકિર્દી પસંદ કરીને મેં ખરેખર એકદમ સાચો નિર્ણય લીધો હતો તેવું હવે મને લાગે છે. અત્યારે હું એક સફળ ફેશન ડિઝાઈનર છું. ખૂબ આભાર
    જ્યોતિ પટેલ, મુંબઈ

    ગણેશાસ્પિક્સના સંપર્કમાં આવ્યા બાદ જ્યોતિષશાસ્ત્ર પ્રત્યે મારો દૃષ્ટિકોણ સંપૂર્ણ બદલાઈ ગયો છે. અત્યાર સુધી અવ્યવસ્થિત ગણાતા આ ક્ષેત્રને ગણેશાસ્પિક્સે વિશ્વાસ અને વ્યવહારુતા સાથે વિશાળ જનસમુદાય સુધી પહોંચાડ્યું છે. જ્યોતિષીય સેવાઓ લોકોને સરળતાથી મળી રહે તે માટે તેમણે ક્રાંતિકારી માર્ગો માર્ગો અપનાવ્યા છે અને હવે આ સેવા કોઈપણ વ્યક્તિ પોતાની અનુકૂળતાએ અને પોતાના સમયે મેળવી શકે છે. આપની કામગીરી ખરેખર શ્રેષ્ઠ છે.
    સુરેશ મહેતા, નવસારી

    હું છેલ્લા ત્રણ વર્ષથી કેતુ યંત્રની ઉપાસના કરુ છુ અને તેના કારણે મારા જીવનમાં ખૂબ જ સકારાત્મક પરિવર્તનો આવ્યા છે. પહેલા મને ખૂબ જ મોટો આર્થિક ફટકો પડ્યો હતો અને મારા પરિવારમાં પણ ઘણા વિવાદ ચાલતા હતા. જોકે કેતુ યંત્રની ઉપાસના શરૂ કર્યા બાદ તેમાં ઘણી રાહત મળી છે.
    નિખીલ મોદી, વિસનગર

    જીવન જરાય સરળ નથી અને આપણને વાસ્તવિકતાઓનો ખ્યાલ અપાવવાનો તેનો અંદાજ પણ ઘણો અનોખો છે. એક તબક્કે હું ખૂબ અવઢવમાં હતી અને જીવનમાં મારે શાંતિ તેમજ સ્થિરતાની ખૂબ જરૂર હતી. ઘણા પ્રકારે એવું લાગતું હતું કે મેં બધુ જ ગુમાવી દીધુ છે અને જીવનમાં મારે ખરેખર જે બનવાની જરૂર હતી તે સ્થિતિમાં હું નથી. કારકિર્દીમાં મને ક્યારેય ખુશી મળી નહોતી અને હું ખોટી ફસાઈ ગઈ હોવ તેવું લાગતું હતું. મારા સંબંધો પણ નિરસ અને નિષ્ક્રિય થઈ ગયા હતા અને હું ખોટા માર્ગે જઈ ચડી હોવ તેવું લાગતું હતું. તે સમયે જ મેં ગણેશાસ્પિક્સમાંથી તમારું ભાગ્ય તમે જ લખો રિપોર્ટ મંગાવ્યો. તેમણે મને સાચા પરિપ્રેક્ષ્યમાં બધી જ સમજ આપી અને હવે મને ખૂબ સારું લાગી રહ્યું છે. મારી નોકરીમાં પરિવર્તન માટે પણ મેં ઘણા મોટા પગલાં લીધા હતા.
    નિદ્રા, દુબઈ

    Privacy of Your information

    Any information that you provide to us is never shared or sold to any third party. In fact, even within GaneshaSpeaks.com, limited information is shared with employees on a 'need to know' basis only, for eg. only your birth details are shared with our astrologers since they need it to generate your horoscope. We use highly secure SSL with 256 bit encryption to safeguard your financial information. Highly secure payment gateways are utilised for all transactions.