For Personal Problems! Talk To Astrologer

કન્યા રાશિ

કન્યા જાતકોની જીવનશૈલી

શારીરિક બાંધોઃ
કન્યા જાતકોની ઊંચાઇ મધ્યમ અને શરીર નાજુક અને હાથ સુડોળ તેમ જ ધડથી લાંબા હોય છે જે ભાગ્યે સ્થિર જોવા મળે છે. લાગણીઓની સ્પષ્ટ અભિવ્યક્તિ ધરાવતા હોય છે. ત્વચાનો વર્ણ ફીક્કો, કપાળ મોટું હોય છે. તેમની આંખો સુંદર અને આઇબ્રો પણ સારી હોય છે. તેમનું મોં આળું હોય છે અને આગળના દાંતો વચ્ચે જગ્યા, ગાલ ફુલેલા હોય. તેમના હાવભાવ અને વલણ પરથી એવું વર્તાઈ આવે કે તેઓને સાદગીથી અને પ્રસિધ્ધિથી અળગા રહેવું પસંદ છે.

સ્વાસ્થ્યઃ
આંતરડા અને તેની નીચેના ભાગ તેમજ ચેતાતંતુ પર કન્યા રાશિનું પ્રભુત્વ હોય છે. ફેફસાં, થાપા અને પગને લગતી સમસ્યાઓ તેમને સતાવે છે.

સૌદર્ય ટીપ્સઃ
કન્યા જાતકો હંમેશા યુવાન દેખાવા માટે હંમેશા ટ્રેન્ડી અને સ્માર્ટ ડ્રેસિંગ કરવું પસંદ કરે છે કારણ કે તેમને ક્યારેય પોતાની ઊંમર જાહેર કરવી ગમતી નથી પ્રિન્ટેડ ટૉપ, લેધર બેલ્ટ, અને ડાર્ક રંગના બ્લેઝર તથા ખુલ્લા ગળાના ડ્રેસ તેમને ખૂબ સરસ લાગે છે. આ વ્યક્તિનો ચહેરો ઘણો ઘાટીલો હોય છે જેથી અલગ પ્રકારનો મેક અપ પણ સારો લાગતો હોય છે. આપે સ્વસ્થ અને નિશ્ચિંત રહેવાનો પ્રયત્ન કરવો જોઈએ કારણ કે આપના હલનચલનમાં વધારે પડતી ત્વરા અને અસ્થિરતા આપના મનની બેચેની વ્યક્ત કરે છે.

મનગમતી ખાદ્યસામગ્રીઃ
કન્યા જાતકોએ તેમના આંતરડા અને નર્વસ સિસ્ટમ સ્વસ્થ રહે તેવો આહાર પસંદ કરવો જોઈએ. તેમણે ખોરાકમાં લીંબુ, બદામ, ચિકોરી, આખા ઘઉં, કાળા ઓલિવ તેમ જ બિન શાકાહારીઓએ ઈંડા કે માછલી વગેરેનો સમાવેશ કરવો જોઈએ.દૂધ અને આઈસ્ક્રીમ જેવા ખાદ્ય પદાર્થો તેમની પ્રકૃતિને બહુ માફક નહીં આવે. કન્યા જાતકો માટે જમવામાં નિયમિતતા અને કોઇપણ પ્રકારની ખલેલ વગર ભોજન લેવાય તે જરૂરી છે.

આદતોઃ
કન્યા જાતકો પોતાની જાતને અને પોતાની આજુબાજુના વાતાવરણને વધુ પડતું ચોખ્ખું રાખવાનું માનસ અને વળગણ ધરાવતા હોય છે, અને તેમની આ આદતના મૂળમાં તેમના મનમાં રહેલો ગંદકી પ્રત્યેનો ભય છે. તેમણે એ સમજવાની જરૂર છે કે સારા દેખાવા કરતા અપણને જેમાં સુખ અને આનંદ મળે તે વધારે મહત્વનું છે. સ્વસ્થ રોજિંદું જીવન તેમના માટે સવિશેષ મહત્વ ધરાવે છે. તેમને સલાહ પસંદ નથી.

કન્યા સાપ્તાહિક ફળકથન – 10-11-2019 – 16-11-2019

સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર