For Personal Problems! Talk To Astrologer

કન્યા વાર્ષિક નાણાં અને આર્થિક બાબતો ફળકથન

આ વર્ષ (2019)

આ વર્ષના પ્રથમચરણમાં પિતા, મોટા ભાઈબહેન, મિત્રો તેમજ વડીલવર્ગથી લાભ થાય. આર્થિક લાભ અને પરિવારમાં આનંદ છવાય.આપની સામાજિક સક્રિયતા વધતા સમાજમાં આગવું સ્‍થાન મેળવી શકો. વડીલ વ્‍યક્તિઓ અને મિત્રોનો પૂરો સાથ સહકાર મળે. સંતાનો અને પત્‍ની તરફથી લાભ થાય.આર્થિક બાબતોનું આયોજન અને મૂડી રોકાણ કરતી વખતે ખૂબ ધ્‍યાન રાખશો તો ફાયદામાં રહેશો. ધાર્મિક કાર્યો, પરોપકાર, જનસેવા પાછળ ખર્ચ થશે પરંતુ તેનાથી આપને અલગ પ્રકારનો આનંદ મળશે. પહેલા ચરણમાં લાલચવૃત્તિમાં આવીને ખોટા કાર્યોમાં હાથ ન નાખતા નહીંતર પોતાના જ પગ પર કુહાડો મારવા જેવી સ્થિતિ ઊભી થશે. માર્ચ મહિનાના અંત સુધી શેરબજાર, વાયદા બજાર, કરન્સી બજાર અથવા ઝડપથી ટ્રેડિંગ થતુ હોય અને જ્યાં ભાવમાં ઝડપથી ચડાવઉતાર થતા હોય તેવા કોઈપણ ટ્રેડિંગથી દૂર રહેવું અન્યતા ખોટ આવશે. મનમાં કોઈ બાબતે સહેજપણ ગડમથલ હોય તો મહત્વના નિર્ણયો ટાળજો. આર્થિક બાબત કે લેવડદેવડમાં સાવધાની રાખવી અન્યથા વિશ્વાસઘાતનો ભોગ બની શકો છો. વર્ષના મધ્યમાં પ્રોફેશનલ મોરચે ખાસ કરીને નફાની બાબતમાં સમાધાનકારી વલણ આપને લાભદાયી રહેશે. લાગણી છોડીને દરેક બાબતે વ્યવહારુ દ્રષ્ટિકોણ અપનાવજો. વર્ષના ત્રીજા ચરણમાં ધન અને માનહાનિ આંશિક શક્યતા છે. સ્‍થાવર મિલકતના દસ્‍તાવેજો કરવામાં કાળજી રાખવી.

કન્યા સાપ્તાહિક ફળકથન – 08-12-2019 – 14-12-2019

કન્યા માસિક ફળકથન – Dec 2019

કન્યા સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો કન્યા