For Personal Problems! Talk To Astrologer

કન્યા વાર્ષિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ વર્ષ (2019)

વર્ષની શરૂઆતના ત્રણ મહિના બાદ કરતા આ વર્ષે દાંપત્યજીવનમાં સંવાદિતા જળવાઈ રહેવાથી સુખ અને સંતોષ મેળવી શકશો. માર્ચ મહિના સુધી તમને ગ્રહોનો સારો સાથ નથી મળી રહ્યો માટે સંબંધોમાં વધુ સ્થિરતા લાવવાનો પ્રયાસ કરવો અને શક્ય હોય ત્યાં સુધી નવા સંબંધોની શરૂઆત ના કરવી અન્યતા તે લાંબો સમય ટકે તેવી શક્યતા ઓછી છે. આ તબક્કામાં આપના માનભંગનો પ્રસંગ ન બને તેનું પણ ધ્‍યાન રાખવું. જોકે માર્ચ પછી, પ્રિયજનો સાથે સુખદ ક્ષણો માણી શકશો. વિચારોમાં ઉગ્રતા અને આધિપત્યની ભાવનામાં વધારો થશે. અપરિણિતો માટે લગ્‍ન યોગ છે. જો કે, જીવનમાં સ્થિરતા આવ્યા બાદ જ લગ્ન કરવા. ઉતાવળે નિર્ણય લેવાથી અણબનાવ થવાની શક્યતા ઊભી થઈ શકે છે. પ્રેમ પ્રસંગોમાં સમર્પણની ભાવના રાખશો એટલા વધારે આનંદમાં રહી શકશો. વર્ષના મધ્યમાં જીવનસાથીના શોખ ભિન્ન પ્રકારના રહેશે પરંતુ આપ પૂરતો સમય નહીં આપી શકો તો આપની વચ્ચે આત્મીયતા ઘટી શકે છે. આપનું જક્કી વલણ સંબંઘોને હાનિ ન પહોંચાડે તેનું ધ્યાન રાખવું. જો સમાધાનકારી નીતિ રાખશો તો પ્રણય સંબંધો તેમ જ સુખી દાંપત્યજીવન માણી શકશો. જીવનસાથીની પસંદગીમાં દેખાવ કરતા ગુણને વધારે મહત્વ આપવું. જીવનસાથીને જાહેરમાં ઉતારી પાડશો નહીં.

કન્યા સાપ્તાહિક ફળકથન – 08-12-2019 – 14-12-2019

કન્યા માસિક ફળકથન – Dec 2019

કન્યા સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો કન્યા