સ્વાસ્થ્ય બાબતે જોવામાં આવે તો, વર્ષ 2021માં કન્યા જાતકો એકંદરે તંદુરસ્તી માણી શકશે. શરૂઆતના મહિનામાં થોડી નાજુક તબિયત રહે જેમાં ખાસ કરીને કોઇપણ પ્રકારે ઇજા થઇ શકે છે અથવા અકસ્માત, દુર્ઘટના વગેરેનો શિકાર થાઓ અથવા નાના ઓપરેશનની સંભાવના આવી શકે છે. આમ, શરૂઆત તમારે થોડી સાવધાની સાથે કરવાની છે. માર્ચ, મે અને સપ્ટેમ્બરમાં સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી આપના માટે બહેતર પુરવાર થશે. બાકીનો સમય આપના માટે એકંદરે સારો જણાઇ રહ્યો છે. બસ, ખાવા-પીવામાં અને કસરત પર ધ્યાન આપશો તો, કોઇપણ વિપરિત સ્થિતિમાંથી પણ સરળતાથી બહાર આવી શકશો. તમારું શરીર પણ એક મંદિર સમાન છે માટે તેને પણ મંદિરની જેમ જ શુદ્ધ રાખવું જરૂરી છે તે વાત ક્યારેય ભૂલતા નહીં.