કન્યા રાશિના વિદ્યાર્થીઓ માટે આ વર્ષ મિશ્ર ફળદાયી જણાઇ રહ્યું છે. તમને કેટલાક એવા વિષયોમાં વધારે રુચિ રહેશે જે સમાજને નવી દિશા આપનારા સાબિત થશે. તમે કોઇપણ વિદ્યાશાખામાં અભ્યાસ કરી રહ્યા હોવ તો પણ, કેટલાક નવા વિષયોમાં ચોક્કસ રુચિ વધી શકે છે જેમાં સમાજ સેવા, સામાજિક પરોપકારના કાર્યો, નૈતિક શિક્ષણ અને પ્રાચીન ધરોહરો સંબંધિત વિજ્ઞાનમાં તમે વધુ આગળ વધવાનો પ્રયાસ કરો. શિક્ષણના ક્ષેત્રમાં કેટલાક ચડાવઉતારની સ્થિતિ રહે અને ઘણી વખત તમારું ધ્યાન ભંગ પણ થાય પરંતુ જો શિક્ષણનું શિડ્યૂલ ખૂબ સારી રીતે બનાવીને તેને ચુસ્ત રીતે વળગી રહેશો અને આગળ વધશો તો તમારી ટર્મ સારી રીતે પૂરી કરી શકશો. ઉચ્ચ શિક્ષણનો પ્રયાસ કરતા જાતકોને પણ સારા પરિણામો મળી શકે છે અને તેનાથી તમારી ખુશી દ્વિગુણિત થશે. જેઓ વિદેશી યુનિવર્સિટીમાં પ્રવેશ લેવા ઇચ્છુક હોય તેમને આ દિશામાં વધારે પ્રયાસો કરવા પડશે.