નોકરિયાત કન્યા જાતકો માટે વર્ષ 2021ની શરૂઆત થોડી ધીમી રહેશે અને કદાચ તમારી વર્તમાન નોકરીમાં બદલવાના પ્રયાસમાં સફળતા મળી શકે છે. બીજી નોકરી ઝડપથી મળે પરંતુ તેમાં મહેનત વધારે રહેશે અને સામે પક્ષે આવક પણ વધશે. આખું વર્ષ તમારા માટે કોઇને કોઇ પ્રકારે સકારાત્મક સમાચાર લઇને આવશે માટે કામ પર સંપૂર્ણ ધ્યાન જાળવી રાખવું અને મહેનત કરવામાં પાછા પડતા નહીં. ખાસ કરીને ફેબ્રુઆરી, મે અને જૂન તેમજ સપ્ટેમ્બર અને ઓક્ટોબરનો સમય નોકરીમાં થોડા ચડાવઉતારનો સંકેત આપે છે. જો તમે વેપાર કરતા હોવ તો, તમારે ખાસ વધુ પરેશાન થવાની જરૂર નથી કારણ કે આ વર્ષ તમને આર્થિક લાભ અપાવનારું રહેશે. તમારી યોજનાઓનો અમલ કરી શકો અને તેનાથી કમાણી પણ થશે જેથી આત્મવિશ્વાસ અને ધગશ બંને વધશે. તમે કોઇપણ કાર્યો સૂપેરે પાર પાડી શકો અને સમયસર કરી શકો. વર્ષના મધ્યમાં તમારા વેપારને વધુ મજબૂત બનાવવા માટે કેટલીક નવી તકો મળી શકે છે માટે તેનો સદુપયોગ કરવો. વર્ષના છેલ્લા મહિનામાં ઘણું સારું ફળ મળી શકે છે.