For Personal Problems! Talk To Astrologer

કન્યા વાર્ષિક ફળકથન

આ વર્ષ (2020)

આ વર્ષ તમારા માટે કેટલીક સફળતાઓ અને કેટલીક નવી આશાઓ સાથે આવ્યું છે. આર્થિક પ્રગતિની શક્યતા છે પરંતુ ખાસ કરીને પારિવારિક સંબંધોમાં સાચવવું પડશે. પરિવારના સભ્યો સાથે કોઇપણ મુદ્દે ચર્ચા કરવાની થાય ત્યારે તમારા શબ્દોમાં સ્પષ્ટતા હોવી જરૂરી છે. આ ઉપરાંત દરેક વખતે પોતાની વાત સાચી ઠેરવવાની જીદ કરવી નહીં. છેલ્લા કેટલાક સમયથી પરિવારના કાર્યોમાં વિલંબ આવતો હોય તો ફેબ્રુઆરીથી તેમાં ગતિવિધિ તેજ થશે. આ સમયમાં તમારે પ્રેમસંબંધો નિભાવવા માટે પણ વધુ પ્રયાસ પણ કરવા પડશે. ખાસ કરીને ફેબ્રુઆરીના મધ્યથી તમારા સંબંધો ધીમી ગતિએ ચાલતા હોય તેવું લાગે. વિવાહિતોને જોકે, થોડી રાહત રહેશે. જેઓ નવા પ્રેમસંબંધોની શરૂઆત કરવા માંગે છે તેમને પ્રેમનો પ્રસ્તાવ મુકવામાં કોઇને કોઇ બાધા આવી શકે છે. સામે પક્ષે કામકાજમાં થોડી હરિફાઇનો સામનો કરવાની તૈયારી રાખજો. પરિવારમાં કોઇપણ વ્યક્તિ સાથે ચર્ચા કે વર્તનમાં ગેરસમજ ટાળવી પડશે. આર્થિક મોરચે તમારી સ્થિતિમાં ખાસ વાંધો આવે તેવું નથી પરંતુ આખા વર્ષ દરમિયાન પરિવાર માટે કરેલા ખર્ચમાં તમે યશ મળવાની બહુ આશા રાખતા નહીં. સંતાનો તરફથી થતી આવકમાં ફેબ્રુઆરીના મધ્યથી ઘટાડો થઇ શકે છે. વિદ્યાર્થી જાતકો શરૂઆત સારી કરશે. તમને અભ્યાસમાં રુચિ ઓછી હોવા છતાં અથવા થોડી અનિશ્ચિતતા લાગવા છતાં આગળ વધો પરંતુ ફેબ્રુઆરીથી વર્ષાંત સુધીના સમયમાં વધુ પરિશ્રમ કરવો પડશે. સપ્ટેમ્બર મહિના પછી શક્ય હોય ત્યાં સુધી મિત્રોવર્તુળમાં વધુ સમય વેડફવો નહીં અન્યથા તેમના કારણે તમારા અભ્યાસ પર મોટી અસર પડી શકે છે. ઉચ્ચ શિક્ષણ માટે વિદેશમાં જવા માંગતા જાતકોને વર્ષના છેલ્લા ચરણમાં સફળતા યોગ બની રહ્યા છે. વિદેશગમનમાં કોઇ અવરોધો હશે તો દૂર થઇ શકે છે. સ્વાસ્થ્ય બાબતે આ વર્ષમાં ચિંતા જેવું નથી પરંતુ કામનું ભારણ રહેવાથી કામની સાથે સાથે પૂરતા આરામ અને સંતુલિત ભોજનનો આગ્રહ રાખવો. મેડિટેશન અને નિયમિત કસરત આપના માટે શ્રેષ્ઠ રહેશે.

કન્યા સાપ્તાહિક ફળકથન – 18-10-2020 – 24-10-2020

કન્યા માસિક ફળકથન – Oct 2020

કન્યા સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર

વધુ જાણો કન્યા