હાલમાં આપને આવકની તુલનાએ ખર્ચનું પ્રમાણ વધારે રહેશે. આવી સ્થિતિમાં આવશ્યક ખર્ચને પહોંચી વળવા માટે દેવું કે ઉધારી કરવાનું શક્ય હોય ત્યાં સુધી ટાળજો. ભાગ્યનો સાથ ન મળતો હોવાની ફરિયાદ પણ મનમાં રહેશે. સપ્તાહના ઉત્તરાર્ધમાં ખાસ કરીને ધાર્મિક બાબતોમાં તેમજ તબીબી કારણોસર ખર્ચ વધી શકે છે. તમે લાંબાગાળાનું રોકાણ કરવામાં બીજાની વાતોમાં આવીને નિર્ણય ના લેતા અન્યથના નાણાં ફસાય અથવા ખોટ જાય તેવી શક્યતા રહે.