પ્રણયજીવનમાં હાલમાં આપને થોડી પ્રતિકૂળતા વર્તાઇ શકે છે. વર્તમાન સંબંધોને ટકાવી રાખવા માટે પણ વિશેષ મહેનત કરવી પડશે. આપની વાણીની કર્કશતા વિજાતીય પાત્ર માટે મનદુખનું કારણ બની શકે છે. મુલાકાતો શક્ય હોય ત્યાં સુધી ટાળવી અને કમ્યુનિકેશનમાં પણ શબ્દોમાં પારદર્શકતા લાવવી. અત્યારે જો જીવનસાથીની શોધમાં હોવ અને ક્યાંક વાત ચાલતી હોય તો તેમાં પણ વિલંબની શક્યતા જણાઇ રહી છે.