હાલમાં આપના સ્વાસ્થ્યમાં સતત ચડાવઉતાર આવવાની શક્યતા જણાઇ રહી છે, એટલે તમારે ભોજન અને આરામમાં નિયમિતતા રાખવી પડશે. કામ કરો પરંતુ તેના પ્રમાણમાં આરામ પણ જરૂરી છે તે વાતને ધ્યાનમાં રાખો. પહેલા દિવસે અને ઉત્તરાર્ધમાં તમારે સ્વાસ્થ્યની વધુ કાળજી લેવી જ પડશે. મુસાફરી દરમિયાન અવિચારી સાહસો ટાળવા અન્યથા ઇજા થઇ શકે છે. જેમને માથાનો દુખાવો, ચેતા સંબંધિત પીડા, પગના તળિયામાં ચિરા પડવા વગેરે સમસ્યા હોય તેમણે ઉત્તરાર્ધમાં સારવાર પર વિશેષ ધ્યાન આપવું.