વિદ્યાર્થી જાતકોમાં ખાસ કરીને વિજ્ઞાનના વિષયો, રિસર્ચ, બૌદ્ધિક કસોટી થાય તેવા વિષયોમાં આપને રુચિ રહેશે પરંતુ સાથે સાથે આળસ પણ રહેવાથી તમારે હવે અભ્યાસમાં વધુ ફોકસ કરવાની જરૂર છે. હાલમાં આપ અભ્યાસ સંબંધિત કોઈ ચર્ચામાં ભાગ લો અને તેમાં સફળતા મેળવો તેવી શક્યતા વધુ રહેશે. વિદેશમાં અભ્યાસ માટે વીઝા જેવા કાર્યોમાં વિલંબ થવાની પૂરી સંભાવના છે. આધ્યાત્મિક અને ગૂઢવિદ્યામાં રુચિ હોય તેમના માટે ઉત્તરાર્ધનો તબક્કો બહેતર છે.