વ્યવસાયમાં હાલમાં આપે ખાસ કરીને આપની પ્રોડક્ટ કે સેવાની ગુણવત્તા વધારવા માટે વધુ ખર્ચ કરવો પડે તેવી શક્યતા છે. તમે કામકાજમાં આગળ તો વધો પરંતુ દરેક ડગલું બહુ સંભાળીને ભરવું પડશે. શેરબજારમાં સરકારી કંપનીઓમાં લાંબા ગાળાનું રોકાણ કરી શકો છો પરંતુ છતાંય અહીં નવા રોકાણ કે ખરીદીથી દૂર રહેવાની સલાહ છે. નોકરિયાતોને અત્યારે કેટલીક પ્રતિકૂળતાઓ વચ્ચે પોતાનું સ્થાન ટકાવી રાખવું પડશેય