For Personal Problems! Talk To Astrologer

કન્યા સાપ્તાહિક ફળકથન

આ સપ્તાહ (31-05-2020 – 06-06-2020)

સપ્તાહની શરૂઆતમાં તન મનનું સ્‍વાસ્‍થ્‍ય જળવાશે. નવું કાર્ય શરૂ કરવાની આપને પ્રેરણા મળે અને કાર્યારંભ આપ કરો પણ ખરા. વધારે પડતી સંવેદનશીલતાના બદલે વ્યવહારુ અભિગમથી આગળ વધવું. પ્રેમસંબંધોમાં તેમજ કામકાજના સ્થળે સહકર્મીઓ સાથે વાણી પર સંયમ રાખવો અન્યથા આપના શબ્દો સામેની વ્યક્તિ માટે મનદુ:ખનું કારણ બની જશે. સપ્તાહની શરૂઆતમાં વિવાહિતો તેમના જીવનસાથીને વધુ સારી રીતે સમજશે અને તેમની સાથે ગુણવત્તાપૂર્ણ સમય વિતાવી શકશે. સપ્તાહના મધ્યમાં આવક વધે તેમજ આવક વધારવા માટે તમે સક્રિય થાઓ. કમાણીની સાથે સાથે મનોરંજનની પ્રવૃત્તિમાં ખર્ચ કરવામાં પણ તમે પાછા નહીં પડો. આ સપ્તાહમાં જાહેરક્ષેત્રના કાર્યોમાં જોડાઓ અને તેમાં આપના કામની પ્રશંસા પણ થશે. ઉચ્ચ અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને અભ્યાસમાં સારી સફળતા મળવાની શક્યતા છે. સ્વાસ્થ્ય બાબતે ચિંતા જેવું નથી પરંતુ ગરમીજન્ય સમસ્યાઓ થઇ શકે છે.
#

Trending (Must Read)

વધુ જાણો કન્યા

Free Horoscope Reports 

કન્યા માસિક ફળકથન – Jun 2020

કન્યા વાર્ષિક ફળકથન – 2020

કન્યા સુસંગતતા