For Personal Problems! Talk To Astrologer

કન્યા – વૃષભ સુસંગતતા

કન્યા અને વૃષભ રાશિ વચ્ચે સુસંગતતા

આ બંને જાતકોમાં ઘણી બાબતોમાં સામ્યતા જોવા મળતી હોવાથી વૃષભ અને કન્યા રાશિ વચ્ચેનો તાલમેલ પ્રેમની દ્રષ્ટિએ શ્રેષ્ઠ રહે છે. બંનેને જીવનની વાસ્તવિકતાનો સામનો કરવો ગમે છે. તેઓને મોટેભાગે સાહસિકતા, ઉડાઉપણું અને વિસંગતતાથી દૂર રહેવું પસંદ છે. પરસ્પર નિષ્ઠા, સમર્પણ અને વફાદારી દર્શાવવાને કારણે તેમનો સંબંધ વિકસે છે અને ઘનિષ્ઠ બને છે. કેટલીક વખત વૃષભ જાતકના માલિકીભાવ ધરાવતા વલણને કારણે મીઠો ઝગડો થાય છે, આ વખતે કન્યા જાતકને પોતાની લાગણીઓ ગૂંગળાતી હોવાનો અહેસાસ થાય છે.

કન્યા રાશિના પુરુષ અને વૃષભ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
વૃષભ સ્ત્રીને પોતાની જીવનસંગિની તરીકે મેળવીને કન્યા પુરુષ ખૂબ ખુશ થાય છે કારણ કે તે સ્ત્રી ખૂબજ પ્રેમાળ અને કાળજીભર્યા સ્વભાવની હોય છે. વૃષભ સ્ત્રીનો સુઘડતા પ્રિય અને બધુ વ્યવસ્થિત રાખવાનો સ્વભાવ તથા પુરુષની નિષ્ઠા અને પ્રતિબદ્ધતા આ બંનેના સુમેળને કારણે તેમની વચ્ચે જબરદસ્ત સંતુલન જળવાઇ રહે છે. વૃષભ સ્ત્રીને પુરુષની નિષ્ઠા અને સમર્પણભાવ ગમે છે. જ્યારે કન્યા પુરુષને વૃષભ સ્ત્રીની જીવનને તેના અસલ સ્વરૂપમાં સ્વીકારી લેવાની અને સંજોગો સામે લડી લેવાની ક્ષમતા પસંદ પડે છે. શારીરિક રીતે જોતાં પણ બંને જણાં વચ્ચે ઘણી બધી સમાનતાઓ છે, જે તેમની વચ્ચે પ્રેમનાં બંધનને જાળવી રાખવામાં સહાય કરે છે.

કન્યા રાશિની સ્ત્રી અને વૃષભ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
વૃષભ પુરુષ કન્યા સ્ત્રીના કરિશ્માથી બહુ સરળતાથી આકર્ષાય છે. આથી વિરૂદ્ધ, કન્યા સ્ત્રી વૃષભ પુરુષના પ્રેમના આવેગથી ભરપૂર કામપ્રચુર સ્વભાવ અને ચેષ્ટાઓથી ઉત્તેજિત થઇ તેના તરફ આકર્ષાય છે. બંને જણાના નિષ્ઠા અને વફાદારી ધરાવવાના વ્યક્તિગત અને સ્વભાવગત લક્ષણોના કારણે તેઓ બંને વચ્ચે ખૂબ સારો તાલમેલ રહે છે. બંને વચ્ચે મીઠી તકરારો સિવાય તેમનું જીવન ખૂબ સારું પસાર થાય છે. અને તેમની વચ્ચે પ્રેમ પણ સારો રહે છે.

સુસંગતતા

કન્યા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

નોકરીમાં આપને આ સપ્તાહે આપ સારું પરફોર્મન્સ આપી શકો પરંતુ ખાસ કરીને પૂર્વાર્ધમાં મહેનતની તૈયારી રાખવી જરૂરી છે. શરૂઆતના ત્રણ દિવસમાં મહત્વના નિર્ણય લેવામાં થોડા પાછા પડો તેવી શક્યતા છે. સ્પર્ધામાં તમારે કોઇપણ પ્રકારે ટકી…

કન્યા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

અગાઉના સપ્તાહની તુલનાએ આ સપ્તાહે પ્રેમસંબંધો સહિત તમામ સંબંધોમાં એકંદરે યથાસ્થિતિ જળવાઇ રહેશે. તમારા સંબંધો ધીમી ગતિએ ચાલતા હોવાથી થોડા ઉત્સાહી બનવું પડશે. વિવાહિતોને જીવનસાથીના ગુસ્સાનો પણ ક્યારેક સામનો કરવો પડે. છેલ્લા બે…

કન્યા આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપને પૂર્વાર્ધમાં નાણાંની થોડી તંગી વર્તાશે અથવા ખર્ચની તૈયારી રાખવી પડશે. આપ શક્ય હોય ત્યાં સુધી બિનજરૂરી ખર્ચ પર કાપ મુકશો. શરૂઆતના ચરણમાં ધાર્મિક અને સેવાકાર્યોમાં ખર્ચ કરો તેવી સંભાવના છે. જોકે હાલમાં પિતા અને…

કન્યા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થીવર્ગ માટે આ સપ્તાહની શરૂઆત ધીમી છે પરંતુ મહેનતના કલાકો વધારશો તો આ સમય સફળતાનો સંકેત આપે છે. આપ અભ્યાસની પ્રવૃત્તિઓનું યોગ્ય આયોજન કરીને તે પ્રમાણે જ પદ્ધતિસર આગળ વળી શકશો. હાલમાં તમે અભ્યાસમાં બિનજરૂરી ઉતાવળ…

કન્યા સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

સ્વાસ્થ્યની આ સપ્તાહે આપને શરૂઆત અને અંતિમ સમય સારો રહેશે પરંતુ મધ્યમાં માનસિક ચિંતા રહેશે પરંતુ વાસ્તવમાં કોઈ બીમારી કે આકસ્મિક પીડાની સંભાવના જણાતી નથી. આપ ભોજનમાં થોડી નિયમિતતા રાખો અને બહારુનું ખાવા-પીવાનું ટાળશો તો…

નિયતસમયનું ફળકથન