કન્યા અને વૃશ્ચિક રાશિ વચ્ચે સુસંગતતા
કન્યા અને વૃશ્ચિક જાતકો અલગ-અલગ લક્ષણો ધરાવતા હોવા છતાં, તેમની વચ્ચે સારો મનમેળ જોવા મળે છે. કન્યા જાતકો ઘણાં આલોચક, ચોક્કસ, વ્યવસ્થિત કામ કરનારા હોય છે. બંને એકબીજા પ્રત્યે પ્રતિબદ્ધ હોય છે અને પ્રેમનો આદર કરે છે. એકમાત્ર નબળું પાસું એ છે કે કન્યા જાતકો વધારે પડતા અર્થપૂર્ણ અને તાર્કિક હોય છે અને બીજી તરફ, વૃશ્ચિક જાતકો થોડા છૂપા રૂસ્તમ હોય છે, જેના કારણે તેમણે સંબંધોમાં થોડુ સમાધાન કરવુ પડે છે. કન્યા જાતકો વૃશ્ચિક જાતકો તરફ ચુંબકીય આકર્ષણ અનુભવશે.
કન્યા રાશિના પુરુષ અને વૃશ્ચિક રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ યુગલ વચ્ચે સુખી લગ્નની શક્યતાઓ રહેલી છે. કન્યા જાતકો કુશાગ્ર બુદ્ધિ ધરાવનારા હોય છે, જ્યારે વૃશ્ચિક જાતકો દ્રઢ અને કૃતનિશ્ચયી હોય છે, બંને એકબીજાની પ્રશંસા કરશે અને એકબીજાને આગળ વધવા પ્રોત્સાહિત કરશે અને મદદ પણ કરશે. શારીરિક આકર્ષણ અને શારીરિક સંબંધને કારણે વધારે લાગણીઓ ઉદભવે છે. તેમના ઘણાં લક્ષણો એક સરખા હોય છે, થોડી નજીવી સમસ્યાઓને અવગણવામાં આવે તો તેઓ સાથે મળીને ઘણો સારો સમય વિતાવી શકે છે અને મોજ-મસ્તી કરી શકે છે.
કન્યા રાશિની સ્ત્રી અને વૃશ્ચિક રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ યુગલ વચ્ચે ઘણો ઉત્તમ સંબંધ સ્થાપિત થશે. પુરુષનું સામાજિક જીવન વધારવા સ્ત્રી સંપૂર્ણ આધાર અને સહકાર પુરા પાડશે. સ્ત્રીની નાની ભૂલોને મોટી કરીને બતાવવાની અને અધીરાઇની આદત પુરુષને અકળાવી શકે છે. તેમની વચ્ચે રોમાન્સ જળવાઇ રહેશે કારણ કે પુરુષ ઘણી તીવ્ર કામેચ્છા ધરાવતો હોય છે. તેઓ એકબીજાની જરૂરિયાત અને બદલાતા મૂડને સમજી શકે છે, તેમનો સંબંધ બીજી રાશિના જાતકો માટે ઉદાહરણરૂપ બની રહે છે.