કન્યા અને ધન રાશિ વચ્ચે સુસંગતતા
કન્યા જાતકોના સતત ટીકાત્મક સ્વભાવથી તરંગી સ્વભાવ ધરાવતા ધન જાતકો કંટાળી જાય તેવી શક્યતા છે. ધન જાતકો ઘણાં ઉત્સાહી, તરંગી અને અણસમજુ હોય છે, તેઓ સંબંધના મહત્વને સમજી શકતા નથી જ્યારે કન્યા જાતકો પરિસ્થિતિને વ્યાપક અર્થમાં સમજે છે. જો તેઓ એકબીજાનાં નિર્ણયોનો આદર કરવાનું શીખે તો આ સુસંગતતા સારી સાબિત થાય છે. અરસ-પરસની સમજણ અને ભૂલો માફ કરી દેવાનો સ્વભાવ જરૂર તેમનો સંબંધ લાંબો સમય સુધી જાળવી રાખવા માટે મદદ કરશે.
કન્યા રાશિના પુરુષ અને ધન રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
કન્યા રાશિનો પુરુષ અંતર્મુખી હોય છે અને જીવનને સંપૂર્ણ રીતે માણવામાં નિષ્ફળ રહેતો હોય છે. તેનાથી વિરૂદ્ધ ધન રાશિની સ્ત્રી જીવનની દરેક ક્ષણને માણે છે. સ્ત્રી પુરુષનો બેજવાબદાર, અવિચારી અને મનસ્વી સ્વભાવ સહન કરી શકતી નથી, જ્યારે પુરુષ સ્ત્રીના બહિર્મુખી સ્વભાવથી ત્રાસ અનુભવે છે. આ સંબંધ લાંબો સમય ટકી શકે તેવી સુસંગતતા ધરાવતો નથી પણ જો તેઓ થોડું સમાધાન કરવા તૈયાર થાય તો તેમાં ચિંતા કરવા જેવુ નથી. સુસંગતતા જાળવી રાખવા માટે તેમણે ઘણી વિસંગત સમસ્યાઓનો ઉકેલ લાવવો પડે છે.
કન્યા રાશિની સ્ત્રી અને ધન રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ જોડી વચ્ચે સુસંગતતા સ્થપાવી ઘણી અઘરી છે કારણ કે તેઓ એકબીજાથી સાવ વિરૂદ્ધ હોય છે. આ સંબંધમાં પુરુષ ઘણો રંગીન મિજાજી હોય છે જેને હંમેશા સ્ત્રીઓનો સાથ માણવો ગમે છે. તેનો ઘમંડી સ્વભાવ સ્ત્રીની લાગણીઓને ઠેસ પહોંચાડી શકે છે કારણ કે સ્ત્રી તેમના સંબંધને લઇને ગંભીર અને વ્યવહારૂ હોય છે. આ સંબંધ ત્યારે જ સફળ થઇ શકે જો પુરુષનો પોતાની તરફનો દ્રષ્ટિકોણ બદલી શકે. પણ જો સ્ત્રી પુરુષ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન કરે તો પુરુષ ખોટા રસ્તે જાય તેવી શક્યતા છે.