Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
કન્યા જાતકોના સંબંધો
☰
કન્યા જાતકોના સંબંધો
કન્યા જાતકો મિત્ર તરીકેઃ આપ ઘણા સારા મિત્ર હોવ છો અને આપની રાશિ સેવા તેમ જ સામાજિક જીવનની છે. તમને હંમેશા મિત્રોની જરૂર હોય છે પછી ભલે આપને તેની જાણકારી ન હોય. કન્યા જાતકો વધુ ઉદાર નથી હોતા પણ તે ખૂબજ સ્થિર અને ભરોસાપાત્ર હોય છે.
કન્યા જાતકો માતા તરીકેઃ માતા તરીકે, કન્યા જાતક સ્વચ્છતાના હિમાયતી હોય છે. કન્યા જાતક માતાના બાળકો ક્યારેય ગંદા નથી હોતા અને તેમના કપડાં સ્વચ્છ અને વ્યવસ્થિત હોય છે. બાળક મોટું થતા તેને વધુ પજવે છે ત્યારે પણ માતા તોફાની બાળક પાસે પણ સ્વચ્છતાનો આગ્રહ રાખે છે. તેમણે બાળકના જીવન પર વધુ પડતું હાવિ ન થવું જોઇએ.
કન્યા જાતકો પિતા તરીકેઃ પિતા તરીકે કન્યા જાતકો પોતાના બાળકોને શાળા બહારની પ્રવૃત્તિઓમાં ભાગ લેવા માટે પ્રોત્સાહિત કરે છે. તેઓ ચાહે છે કે તેમના બાળકો હંમેશા વ્યસ્ત અને પ્રવૃત્તિશીલ રહે. તેઓ પોતાના બાળકથી થોડું અંતર જાળવે છે તેથી વધુ લાગણીશીલ નથી હોતા. જો કે, તેઓ ખૂબ સરળતાથી પોતાના વિચારો પોતાના બાળકો સુધી પહોંચાડી શકે છે.