Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
કન્યા – મીન સુસંગતતા
કન્યા અને મીન રાશિ વચ્ચે સુસંગતતા
કન્યા જાતકો કોઇપણ નિર્ણય લેતા મુંઝવણ નથી અનુભવતા કારણ કે તેઓ યોજનાબદ્ધ રીતે આગળ વધતા હોય છે પણ તેનાથી વિરૂદ્ધ મીન જાતકોને કલ્પનામાં રહેવુ અને પોતાની જવાબદારીઓ બીજા પર લાદવાનું ગમતું હોય છે. આ પ્રેમ સંબંધ ત્યારે જ ટકી શકે કે જો તેઓ બંને એકબીજાને સહન કરવાનો અને ખુલ્લા મનથી વિચારવાનો પ્રયત્ન કરે. તેઓ બંને સ્વભાવથી ઘણાં કોમળ હોય છે અને અને પોતાના વ્યક્તિગત જીવનમાં ઘણાં મોટા ધ્યેય રાખતા નથી. અમુક અંશે આ સંબંધમાં સુસંગતતા જોવા મળે છે.
કન્યા રાશિના પુરુષ અને મીન રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા કન્યા રાશિનો પુરુષ સ્વભાવથી સરળ અને વ્યવહારૂ હોય છે. પોતાની લાગણીઓને અભિવ્યક્ત કરતા તેઓ શરમાતા હોય છે, પણ આ કારણથી મીન રાશિની સ્ત્રી હિનતા અને લઘુતાગ્રંથિ અનુભવે છે. મીન રાશિની સ્ત્રી હંમેશા રોમેન્ટિક વાતો સાંભળવા માટે તત્પર હોય છે પણ કન્યા રાશિનો પુરુષ તેને હંમેશા હતાશ કરે છે. વિરૂદ્ધ સ્વભાવને કારણે તેમની વચ્ચે સારો તાલમેલ નથી રહેતો પણ જો તેઓ સમાધાન કરવાનો પ્રયત્ન કરે તો ચોક્કસ સાથે રહી શકે છે.
કન્યા રાશિની સ્ત્રી અને મીન રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા મીન રાશિના પુરુષો દિવાસ્વપ્ન જોનારા અને હવામાં કિલ્લા બાંધનારા હોય છે. વ્યવહારૂ જગતથી દૂર રહીને તેઓ વિચારતા હોય છે. આ બધા લક્ષણો કન્યા રાશિની સ્ત્રીને આકર્ષે છે કારણ કે વાસ્તવિક જીવનમાં આગેવાની લેવાનું તેને ગમતું હોય છે. આ સંબંધમાં સુસંગતતા જળવાય તે માટે કન્યા રાશિની સ્ત્રીએ પુરુષને તેને વ્યવહારૂ જ્ઞાન આપવું પડશે. લાંબો સમય સુધી સંબંધ ટકાવવો હોય તો આ વિસંગતિઓ દૂર કરવી જોઇએ.