For Personal Problems! Talk To Astrologer

કન્યા જાતકોનો સ્વભાવ

કન્યા જાતકોનો સ્વભાવ

કન્યા રાશિના જાતકોમાં સારા-ખરાબનો ભેદ પારખવાની અનોખી સૂઝ હોય છે.
ખાસ કરીને અંગત ઈચ્છાઓમાં તેઓ ખૂબ સારી રીતે ભેદ પારખી શકે છે. જ્યારે આપની પાસે કોઈ વાતનો સચોટ જવાબ હશે ત્યારે આપ વિનયશીલતા પર ખાસ ધ્યાન આપશો.કન્યા રાશિના જાતકોમાં કોઈ વ્યક્તિ ,સ્થિતિ કે આસપાસના સંજોગોમાં સાથે શું ખોટું થઇ રહ્યું છે તેનો તાગ કાઢવાની અસામાન્ય સૂઝ હોય છે. આ જ કારણે કન્યા જાતકો સહજપણે સારા આલોચક હોય છે. તેઓમાં રચનાત્મકતા ઓછી હોવા છતાં તેમની કુશાગ્ર બૌધ્ધિક શક્તિ પર તેની કોઈ અસર પડતી નથી. કન્યા જાતકોમાં નકામા ફોતરામાંથી ઘઉં અલગ તારવવાની એટલે કે ખરાબમાંથી સારી વસ્તુ ગ્રહણ કરવાની આવડત હોય છે. કન્યા જાતકો સ્વચ્છતાના આગ્રહી હોઈ શકે છે પરંતુ મોટાભાગે તેમની આસપાસની ચીજો અવ્યસ્થિત રીતે પડી હોય છે તેમ જ તેમના પલંગ નીચે નકામી ચીજોના ઢગલા હોય છે. એક રીતે જોઈએ તો કન્યા જાતકો કામમાં ચોકસાઈના ઘણા આગ્રહી હોવાથી તેઓ પોતાના કામમાં કોઈ કચાશ રાખતા નથી. બીજી તરફ તેઓ વારંવાર રીસાઈ જતા તેમ જ નારાજ થઈ જતા હોવાથી અન્ય લોકો સાથેના વાતચીત વ્યવહાર અને અનુભવો મેળવવામાં મર્યાદિત બની જાય છે. ઓછા ટીકાખોર બનશો તો પોતાની જાત તેમ જ અન્ય લોકોને ખુશ રાખી શકશો.
સ્વામી ગ્રહઃ બુધ
કન્યા રાશિનો સ્વામી બુધ એવો ગ્રહ છે જે આપણા વિચારો ઉપરાંત તેની અભિવ્યક્તિનું પણ પ્રતીક છે. તમામ ભાષાનો અધિપતિ એટલે કે બુધ આ રાશિનો સ્વામી છે. આ ગ્રહ સૌરમંડળના અન્ય કોઈપણ ગ્રહ કરતા વધારે ઝડપથી સૂર્યની પ્રદક્ષિણા કરે છે. બુધ આપણી સારાસારની બૌધ્ધિક પરખ શક્તિ પણ દર્શાવે છે. કન્યા રાશિનો સ્વામી બુધ આપણા મનમાં આવતા વિચારો અને પ્રત્યેક માહિતીનો તાગ કાઢી નિષ્કર્ષ પર આવવાની અદભૂત શક્તિ ધરાવે છે.
છઠ્ઠો ભાવઃ કાર્ય
કુંડળીમાં છઠ્ઠો ભાવ માત્ર કારકીર્દિ જ નહીં પરંતુ કોઈપણ કામમાં કાર્યક્ષમતા અને કામગીરી સાથે સંબંધ ધરાવે છે. આ ભાવ આપની રોજી રોટી સમા નોકરી -ધંધા સાથે સંબંધ ધરાવે છે. આ ભાવ આપણામાં સ્વાસ્થ્ય અને તંદુરસ્તી અંગે જાણકારી મેળવવાની ઈચ્છાશક્તિ જાગૃત કરે છે. ઉપરાંત રોજિંદા કામ અને સ્વાસ્થ્ય સંબંધિત રોજની આદતો સાથે પણ સંબંધ ધરાવે છે.
કન્યા રાશિનું તત્વઃ પૃથ્વી
પૃથ્વી તત્વની રાશિઓ વ્યવહારુ હોય છે અને તેઓ કલ્પનાઓની દુનિયામાં રાચવાના બદલે વાસ્તવિકતામાં જીવે છે. તેઓ વિચારો કે લાગણીઓ કરતા સંવેદનાઓને વધુ મૂલ્યવાન સમજે છે. તેઓ હંમેશા નિરાભિમાની રહીને જમીન પર પગ રાખીને ચાલે છે. તેઓ પોતાની સંવેદનશીલતાના કારણે જ અન્ય લોકો માટે સારા સલાહકાર સાબિત થાય છે. કન્યા જાતકો જે દેખાય તે જ સાચું હોય છે તેમ માને છે. આપણી આસપાસ રહેલી વસ્તુઓનો બુધ્ધિથી શ્રેષ્ઠ ઉપયોગ કરવાની વ્યવહારુતા પૃથ્વી તત્વના જાતકો ધરાવે છે.
કન્યા જાતકોની શક્તિઃ
પોતાના પ્રતિ ધ્યાન કેન્દ્રિત કરવાનો ક્ન્યા જાતકોમાં વિશેષ ગુણ હોય છે.
કન્યા જાતકોની નબળાઈઃ
વધુ પડતી ચોકસાઈના આગ્રહી કન્યા જાતકો વધારે ઝીણું કાંતવાના સ્વભાવને કારણે આનંદની કોઈ પણ ક્ષણને મન ભરીને માણી શકતા નથી.
 

કન્યા સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર