પહેલા સપ્તાહમાં કદાચ તમારી આવક ધીમી રહેશે અથવા તેમાં થોડી અનિશ્ચિતતા રહે પરંતુ ત્યારબાદ સ્થિતિમાં સુધારો આવશે. તમે ઘર અથવા કાર્યસ્થળે સજાવટ પાછળ ખર્ચ કરો તેવી શક્યતા પણ છે. છેલ્લા સપ્તાહમાં પ્રિયપાત્ર અથવા સંતાનો માટે ખર્ચની શક્યતા વધશે. નવા સાહસો ખેડવા જશો તો ભ્રમણાઓના કારણે ફસાઈ જશો એટલે સાવધાન રહેવું. પૈતૃક મિલકતોના પ્રશ્નો અટકેલા હશે તો ઉકેલ આવી શકે છે.