કન્યા અને તુલા રાશિ વચ્ચે સુસંગતતા
કન્યા અને તુલા જાતકો બિલકુલ અલગ મિજાજ ધરાવતા હોવાથી તેમના માટે એકબીજાને સમજવું ઘણું અઘરૂં થઇ પડે છે. આ પ્રેમ સંબંધમાં ઘણાં ઉતાર-ચઢાવ આવે છે. કન્યા જાતકને ઘરનાં એક હૂંફાળા ખૂણામાં બેસી રહેવું ગમે છે અને લોકો સાથે હળવું-મળવું વધારે નથી ગમતું. બીજી તરફ, તુલા જાતકો વિવિધ લોકોને મળે છે અને તેમની સાથે ભળે છે. જો તેઓ સમજદારીપૂર્વક આંતરિક સંઘર્ષ ટાળે તો આ સંબંધ આગળ વધી શકે છે.
કન્યા રાશિના પુરુષ અને તુલા રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
આ બંને જાતકોનો સ્વભાવ સાવ વિરૂદ્ધ હોવાથી તેમની વચ્ચેનો સંબંધ સફળ નિવડતો નથી. પુરુષ નિરાશાવાદી હોય છે અને બીજા લોકો સાથે હળવા-મળવાનું ટાળે છે, જ્યારે સ્ત્રીનો સ્વભાવ પુરુષથી સાવ વિરૂદ્ધ હોય છે અને તેને લોકોને મળવું ગમે છે. પુરુષ વધારે પડતો સાવધ હોય છે અને તેની લાગણીઓ મુક્ત રીતે અભિવ્યક્ત કરી શકતો નથી. જો તુલા રાશિની સ્ત્રી તેના સંકુચિત વિચારોવાળા જીવનસાથીને બળ પુરૂં પાડે તો આ આ સંબંધમાં ઘણી સારી સુસંગતતા લાવી શકાય છે.
કન્યા રાશિની સ્ત્રી અને તુલા રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ રાશિનો પુરુષ હંમેશા તેના વખાણ થાય તેમ ઇચ્છે છે. અને સ્ત્રી તેની પાસેથી સુરક્ષાની અપેક્ષા રાખી શકતી નથી. તુલા રાશિનો પુરુષ ચંચળ અને થોડો નાદાન હોય છે. આ સુસંગતતા ત્યારે જ કામ કરી શકશે જ્યારે તેઓ બંને પોતાની લાગણીઓ મુક્ત રીતે અભિવ્યક્ત કરવાનો પ્રયત્ન કરે. આ પ્રેમ સંબંધ નબળો સાબિત થાય છે.પુરુષનો લાગણીશીલ સ્વભાવ અને સ્ત્રીનો જીવન પ્રત્યેનો વ્યવહારૂ અભિગમ બંનેનો ક્યાંય મેળ મળતો નથી. હંમેશા નકારાત્મક વિચારો ધરાવતી કન્યા સ્ત્રી જાતક બીજાની ભૂલો જ કાઢતી રહે છે જેથી તેઓ વચ્ચે ચકમક ઝરે છે અને ધિક્કારની લાગણી પેદા થાય છે.