For Personal Problems! Talk To Astrologer

કન્યા – સિંહ સુસંગતતા

કન્યા અને સિંહ રાશિ વચ્ચે સુસંગતતા

કન્યા જાતકો પોતાની લાગણીઓની અભિવ્યક્તિ કરતા શરમાય છે. પણ, સિંહ જાતકોને તેમના પ્રેમાળ સ્વભાવ માટે ગર્વ હોય છે. આ સંબંધ સિંહ જાતકોના ગર્વ અને કન્યા જાતકોના ટીકાત્મક વલણના કારણે બગડી શકે છે. સિંહ જાતકોને હંમેશા દેખાડો કરવો ગમે છે સામે પક્ષે કન્યા જાતકોને લોકોની નજરમાં આવવું ગમતું નથી. આ સંબંધ ટકી શકે જો આ બંને જાતકો એકમેકનાં વલણને અપનાવે. જો કન્યા જાતકો સિંહ રાશિના જીવનસાથીને નમ્ર બનતા શીખવાડી શકે તો આ યુગલ યોગ્ય મનમેળ સાધી શકે.

કન્યા રાશિના પુરુષ અને સિંહ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
શરૂઆતના તબક્કામાં આ સંબંધ સારી રીતે આગળ વધી શકે છે પણ તેમાં વિસંગતતાને ટાળવી જોઇએ. સિંહ રાશિની સ્ત્રી વધારે અપેક્ષાઓ રાખનારી હોય છે અને પોતાની ઇચ્છાઓ હંમેશા પૂરી કરવાનો આગ્રહ સેવે છે, જે કન્યા રાશિના પુરુષ માટે શક્ય નથી હોતું. સ્ત્રી પ્રેમના પુષ્પો પુરુષ પર વરસાવે છે પણ પુરુષને તેની કંઇ ખાસ પડી નથી હોતી. પુરુષ તેના અસામાન્ય વર્તનથી તેની જીવનસાથીને હતાશ કરે છે. આ સંબંધ વચ્ચે વધારે સુમેળ રહેતો નથી.

કન્યા રાશિની સ્ત્રી અને સિંહ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ પ્રેમ સંબંધોમાં સફળતાની ઘણી સંભાવનાઓ જોવા મળે છે. સ્ત્રી તેનું કામ સારી રીતે કરે છે અને ચાહે છે કે તેના જીવનસાથીએ તેના કામના વખાણ કરવા જોઇએ. પુરુષ વધારે પડતી અપેક્ષાઓ રાખનાર હોય છે અને સ્ત્રી વધારે પડતા સલાહ સૂચનો આપનારી હોય છે. આ સંબંધમાં ત્યારે જ સુમેળ સધાય જ્યારે સ્ત્રી પુરુષને તેનું વલણ બદલવા માટે દબાણ કરી શકે.

સુસંગતતા

કન્યા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

વ્યવસાયિકો તેમજ નોકરિયાતવર્ગ માટે આ સપ્તાહ એકંદરે સફળતાના સંકેત લઈને આવ્યું છે પરંતુ શરૂઆતના બે દિવસમાં તમારી માનસિક ચંચળતા અને બેચેની અનેક પ્રકારે અવરોધશે. દિશાહિનતા રહેશે અને કોઈપણ કાર્યમાં કઈ રીતે આગળ વધવું તે સમજવા માટે…

કન્યા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપને પ્રણયસંબંધોમાં આર્થિક ખર્ચની તૈયારી રાખવી પડશે. દાંપત્યજીવનમાં પણ સંબંધો શરૂઆતમાં સાચવવા પડશે અને ક્યારેક તમારી વચ્ચે તણાવ થઇ શકે છે. ગુસ્સો ખાસ ટાળજો અન્યથા મુશ્કેલી વધશે. મિત્રો અને ભાઈબહેન સાથેના સંબંધોમાં…

કન્યા આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં આપને લાભ અને હાનિ બંને પ્રકારના યોગ જણાઈ રહ્યા છે. સપ્તાહના પ્રારંભે આપને ખર્ચની શક્યતા રહે જેમાં તબીબી અથવા ધાર્મિક ખર્ચની સંભાવના વિશેષ છે. હાલમાં તમે જુની ઉઘરાણી ઉકેલવા માટે સક્રીય થશો અને તેના કારણે કદાચ એકાદ…

કન્યા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે વિદ્યાર્થી જાતકોને શરૂઆતમાં અભ્યાસમાં કોઈને કોઈ કારણથી અવરોધો કે વિઘ્નો ઉભા થાય અને અભ્યાસના માહોલમાં અશાંતિ વર્તાય. જોકે, ગૂઢ અને આધ્યાત્મિક બાબતોમાં આગળ વધવા માટે તા. 12ની સાંજ સુધીનો સમય સારો છે. અત્યારે તમે કોઇપણ…

કન્યા સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપની સ્વાસ્થ્ય સુખાકારી ખૂબ સારી જળવાઈ રહેશે. આપનું મન પ્રફુલ્લિત રહેશે અને માનસિક પ્રસન્નતાના કારણે આપના શરીરમાં પણ ચુસ્તી અને સ્કૂર્તિનો અહેસાસ થશે. શરૂઆતના બે દિવસમાં તમારે ખાવાપીવાની આદતોમાં નિયમિતતા લાવવી…

નિયતસમયનું ફળકથન