For Personal Problems! Talk To Astrologer

કન્યા – મિથુન સુસંગતતા

કન્યા અને મિથુન રાશિ વચ્ચે સુસંગતતા

જ્યોતિષશાસ્ત્ર કહે છે કે મિથુન અને કન્યા જાતકો બુદ્ધિશાળી તેમજ વ્યવહારૂ હોય છે. આ સંબંધ અરસપરસ સારો એકરાગ ધરાવતો હોવાથી વધુ મજબૂત હોય છે અને આ યુગલ એક સરખુ બૌદ્ધિક સ્તર ધરાવતું હોવાથી તેમની એકરૂપતામાં ઉમેરો થાય છે. જોકે, લાગણીઓને રોકી રાખવાથી તેમની વચ્ચે ગેરસમજ ઊભી થાય છે અને આ કારણે તેમના સંબંધમાં સમસ્યાઓ આવી શકે છે. આ પ્રેમ સંબંધ જળવાઇ રહે તેવી શક્યતા છે પણ મિથુન જાતકોએ કન્યા જાતકોને વધુ ઉત્સાહી બનવાનું શીખવવુ જોઇએ અને કન્યા જાતકો મિથુન જાતકોના સ્વભાવમાં સ્થિરતા લાવી શકે છે.

કન્યા પુરુષ અને મિથુન સ્ત્રી વચ્ચે સુસંગતતા
મિથુન રાશિની સ્ત્રી અને કન્યા રાશિના પુરુષ વચ્ચેના સંબંધમાં એકબીજાની લાગણીઓ અને વિચારો સમજવાની તેમની ક્ષમતાથી ફાયદો થશે. મિથુન રાશિની સ્ત્રી અને કન્યા રાશિના પુરુષ જીવન પ્રત્યે બુદ્ધિગમ્ય દ્રષ્ટિકોણ ધરાવે છે. પણ ચર્ચામાં તેમના દ્રષ્ટિકોણનું પરિણામ અલગ-અલગ હોય છે. આ સંબંધ જાળવી રાખવા માટે તેમણે એકબીજા સાથે પ્રામાણિક રહેવું જોઇએ અને એકબીજાના મંતવ્યને આદર આપતા શીખવું જોઇએ. તેમણે પુરુષના ટીકાખોર સ્વભાવ અને સ્ત્રીની અણઆવડત ભુલીને સંતુલન જાળવતા શીખી લેવું જોઇએ.

કન્યા રાશિની સ્ત્રી અને મિથુન રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
આ પ્રેમીપંખીડાઓ તેમના સંબંધમાં સ્વર્ગીય આનંદની અનુભૂતિ સાથે આગળ વધી શકે છે. આ સંબંધની સુસંગતતા તેમની સમજણને કારણે વધુ દ્રઢ બનશે. એક પળે તેમના બંનેના મગજમાં એકસરખા વિચારો આવી શકે છે. પણ જો લાંબો સમય સુધી આ સંબંધ ટકાવી રાખવો હોય તો તેમણે સમાધાન કરતા શીખવું પડશે. પુરુષનો રંગીન સ્વભાવ સ્ત્રીની ઇર્ષામાં વધારો કરે છે. સ્ત્રીની સતત શિખામણ આપવાની આદતથી પુરુષ ત્રાસી જાય છે અને ફસાઇ ગયો હોય તેવી લાગણી અનુભવે છે. પુરુષે તેના રંગીન સ્વભાવ પર અંકુશ રાખવો જોઇએ અને સ્ત્રીએ પુરુષને પૂરતી સ્વતંત્રતા આપવી જોઇએ.

સુસંગતતા

કન્યા વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

અત્યારે તમારી વ્યવસાયિક સુઝ સારી રહેશે પરંતુ કામ પ્રત્યેની કટીબદ્ધતાના કારણે એકંદરી યથાસ્થિતિ જાળવી રાખશો. માર્કેટિંગ, કન્સલ્ટન્સિ, શિક્ષણ, દલાલી, એજન્સી જેવા કાર્યોમાં આગળ વધી શકો પરંતુ વાણી અને કમ્યુનિકેશન વખતે તમારે…

કન્યા પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

પ્રેમસંબંધો આ સપ્તાહે થોડા ધીમી ગતિએ ચાલતા હોય તેવું લાગશે. વિવાહિત લોકોને દાંપત્યજીવન બહેતર રહેશે અને તમે એકબીજાને સમજવાની તેમજ એકબીજાની જવાબદારીઓ નિભાવીને તેમને સાથ આપવાની કોશિશ કરશો. આ પ્રકારે તમારી વચ્ચે ઘનિષ્ઠતા વધશે….

કન્યા આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આર્થિક મોરચે ચિંતા જેવું નથી કારણ કે આવકનો પ્રવાહ સારો રહે અને તમે આર્થિક ભાવિ સુરક્ષિત કરવા માટે નવી આવક ઉભી કરવાનું અથવા રોકાણ કરવાનું વિચારી શકશો. જોકે, રોકાણ અથવા ખર્ચમાં તમારે બીજા લોકો પર આંધળો વિશ્વાસ ના કરવો જોઇએ….

કન્યા શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

વિદ્યાર્થીઓને અભ્યાસમાં એકાગ્રતા રહે પરંતુ સાથે સાથે આળસ પણ વધશે જેતી તમે મહેનતમાં થોડા પાછા પડો તેવું બની શકે. છેલ્લા દિવસે તમારું મન વધુ ગુંચવાયેલુ રહેવાની શક્યતા છે. ટેકનિકલ વિષયોના અભ્યાસમાં જોડાયેલા હોય તેમણે વધુ…

કન્યા સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં તમારી સ્વાસ્થ્ય સુખાકારીમાં થોડા ચડાવઉતારની શક્યતા છે. જેમને દાંતમાં દુખાવો, જીભમાં ચાંદા અથવા બળતરા, ખભાના સ્નાયુઓમાં દુખાવો હોય તેમણે સાચવવું પડશે. લોહીના પરિભ્રમણને લગતી સમસ્યા થઇ શકે છે અથવા પગના સાંધા અને…

નિયતસમયનું ફળકથન