For Personal Problems! Talk To Astrologer

કન્યા વિસ્તૃત સમજ

કન્યા રાશિ વિશે વિસ્તૃત સમજ

કન્યા રાશિનું ચિહ્ન હાથમાં દીવો પકડીને હોડીમાં બેઠેલી કન્યાનું છે. કાળપુરૂષના પેટનું તે પ્રતિનિધિત્વ કરે છે. આ સ્થિર છઠ્ઠી રાશિ હરિયાળી જગ્યાઓ, કલાત્મક સ્થાને અને જાતિય પ્રવૃત્તિ માટે અનુકૂળ એવા સ્થળોમાં નિવાસ કરે છે.

રાશિચક્રની છઠ્ઠી રાશિ કન્યાના જાતકો પોતે જે કાર્ય કરે તે અત્યંત ચોક્કસાઈથી કરે છે . બધાની ટીકાટીપ્પણી કરવાની આદતના કારણે કન્યા જાતકો હંમેશા મજાકનું નિશાન બનતા હોય છે પરંતુ તેમાં પણ અન્ય લોકોને મદદ કરવાનો તેનો ધ્યેય સધાતો હોય છે. કન્યા જાતકોને લોકોની મદદ કે સેવા કરવામાં ખૂબ જ આનંદ આવે છે. તેઓ સતત કાર્યશીલ રહેવાનું પસંદ કરે છે.

ઉદ્યમી, પદ્ધતિસર કામ કરનારા, નિપુણ, વ્યવહારુ, તર્કસંગત, એટલે કે બુદ્ધિશાળી, ફરજ પરસ્ત અને અત્યંત ચોક્કસાઈપૂર્વક કાર્ય કરનારા કન્યા જાતકોને પોતાનું કામ અન્યો પાસે કરાવવું ગમતું નથી, હાથમાં લીધેલા કામોની રજેરજ વિગતો પર તેઓ ધ્યાન આપે છે, તેથી જ ઓફિસમાં તેઓ ખૂબ જ ભરોસાપાત્ર કર્મચારી ગણાય છે. કારણ કે તેમને સોંપાયેલા કાર્યોમાં કંઈ જોવાપણું હોતું નથી. તેમના કાર્યમાં કોઈપણ વિગત બેધ્યાનપણામાં રહી જતી નથી. પોતાની મૂલવણી પણ તેઓ ખૂબ જ સમતોલ અને ન્યાયી રહીને કરે છે.

કન્યા જાતકો વ્યવહારૂ, શાંત મગજના અને પોતાના કાર્યોમાં અત્યંત ચોક્કસાઈના આગ્રહી હોય છે. બિનજરૂરી રીતે લાગણીઓમાં તેઓ તણાતા નથી અને જ્યારે અત્યંત ભાવુક બની જાય ત્યારે પોતાનું વલણ વાજબી છે કે નહીં તે અંગે શાંત ચિત્તે વિચાર કરે છે. મોટાભાગે શાંત અને ઓછાબોલા, વ્યવસ્થિત અને ચોક્કસ કન્યા જાતકો પડકારો ઝીલવા બહુ ઉત્સુક હોતા નથી. તેઓ પોતાની મહેનત અને સ્વસ્થ મક્કમતાથી પોતાની ક્ષમતા પુરવાર કરે છે. કામમાં ચોક્કસાઈ અને ઝીણામાં ઝીણી ભૂલો શોધી કાઢવાની આવડતના કારણે તેમને સફળતા મળે છે. સામાન્ય રીતે આ જાતકો શાંત સ્વભાવના, પ્રામાણિક અને કોઈપણ વાત મોઢા પર કહી દેનારા હોય છે. પરંતુ જ્યારે કોઈ તેમનો વિરોધ કરે તો તેઓ દલીલબાજીમાં ઉતરી જાય છે. તેઓ ઘણાને પોતાના દુશ્મન પણ બનાવી લેતા હોય છે અને વર્ષો પહેલા બનેલી ઘટનાઓ પણ યાદ રાખે છે.

વિજ્ઞાન અને મિકેનિક્સમાં નિપુણ આ જાતકો નવા નવા સાધનો કે ઓજારોની શોધ કરતા હોય છે. વાંચન અને લેખનના શોખીન કન્યા જાતકો હસ્તકલામાં પણ અભિરૂચિ ધરાવે છે. જ્યારે કેટલાક બહુ સારા પરફોર્મિંગ આર્ટિસ્ટ હોય છે.

કન્યા જાતકો લાંબા સમય સુધી એક જ સ્થળે બેસી શકતા નથી અને તેમને મુસાફરી કરવી પણ ગમે છે. ઝડપથી ચાલનારા અને શારીરિક તેમ જ માનસિક બંને રીતે શક્તિથી છલકાતા આ જાતકોનું મગજ સતત ક્યાંક ને ક્યાંક દોડતું રહે છે. તેથી જ તેઓ આટલું બધું કામ કરી શકે છે. વાતચીત અને સંપર્ક કળામાં નિપુણ કન્યા જાતકો પોતાની બૌદ્ધિક કુશાગ્રતાનો મહત્તમ લાભ ઉઠાવે છે, જો કે, તેઓ થોડા વહેમી અને શંકાશીલ પણ હોય છે. તેઓ ઘણા અભ્યાસી હોય છે અને ગમે તેવા ખરાબમાં ખરાબ આવેગ કે આવેશને પરિસ્થિતિના વિશ્લેષણ દ્વારા શમાવી દેવાની ક્ષમતા ધરાવે છે. કોઈપણ પરિસ્થિતિનો ઊંડાણપૂર્વક અભ્યાસ કરીને તેને સમજવામાં તેમને આનંદ આવે છે. જોકે અતિ ચોક્કસાઈભર્યો સ્વભાવ તેમને ક્યારેક આડે પણ આવે છે. પરંતુ ભરોસાપાત્ર, વ્યવહારૂ અને સહાય કરવા માટે સદાય તત્પર રહેતા કન્યા જાતકો જ્યાં જાય ત્યાં આવકાર્ય બની રહે છે.

કન્યા જાતકો નિરાભિમાની, વિનમ્ર અને શાંતિથી પોતાના રસ્તે આગળ વધનારા હોય છે. આ સાથે જ તેઓને ભૌતિક સુખ સગવડો પણ ગમે છે. તેમની સૌથી મોટી તાકાત તેમની વ્યવહારુતા, કુશાગ્ર બુદ્ધિ, ઝીણામાં ઝીણી વિગતો પર ધ્યાન અને હંમેશા કોઈને સહાયતા કરવાની તત્પરતા છે. પોતાના માટે સાચું અને યોગ્ય શું છે તેની આસપાસ જ તેમની દુનિયા ફરે છે, તેના કારણે વેપારમાં તેઓ ઘણો સારો દેખાવ કરી શકે છે, અહીં પણ તેમના નિર્ણયોને મોટાભાગે અન્ય લોકો દ્વારા ધ્યાનમાં લેવામાં આવે છે. આટલા વિચક્ષણ બુદ્ધિશાળી અને ચોક્કસાઈના આગ્રહી કન્યા જાતકો અત્યંત નર્વસનેસના કારણે અકારણ માનસિક વિષાદનો ઘણીવાર ભોગ બને છે. પોતાને કોઈ રોગ છે એવો ભ્રમ તેમને સતત સતાવતો રહે છે. અકારણ ચિંતાઓ અને મુસીબતો વહોરી લેવાની આદતથી ઘણા જાતકો માનસિક રોગના પણ ભોગ બને છે.

કન્યા જાતકોનું પ્રણય જીવન ખળભળાટ મચાવનારું કે અશાંત ક્યારેય નહીં જોવા મળે. તેઓ પોતાની લાગણીઓનું જાહેરમાં પ્રદર્શન કરવું ગમતું નથી, તેમને છાના ખૂણે શાંતિથી રોમાન્સ કરવો પસંદ છે. વૃષભ, મકર, અથવા તેમની જ રાશિ કન્યા જાતકોને કન્યા જાતકો સાથેનો સંગાથ ગમે છે અને જીવનસાથી તરીકે પણ તેમની સુસંગતતા રહે છે. ફુલનો બુકે મોકલવાનું અને કોઈ ભવ્ય રેસ્ટોરામાં શાંતિભર્યા વાતાવરણમાં કેન્ડલલાઈટ ડીનર કરવામાં કન્યા જાતકો ખુશ અને સંતુષ્ટ રહે છે. આટલા દયાળુ અને પ્રેમાળ સ્વભાવવાળા કન્યા જાતકોને તેમની વધારે પડતી ટીકાખોર વૃત્તિના કારણે લોકો કોઈને કોઈ બહાનું કાઢીને ટાળતા હોય છે. હંમેશા ચોક્કસાઈનો આગ્રહ રાખતા કન્યા જાતકો બીજા લોકોની ક્ષતિઓ કે દોષોને બિલકુલ દરગુજર ન કરતા હોવાથી જ્યારે તેમને સો ટકા પરિણામ ન મળે ત્યારે તરત જ નિરાશ અને ઉદાસ થઈ જાય છે. ઘરને વ્યવસ્થિત અને સ્વચ્છ રાખવાનો તેમનો જડાગ્રહ તેમના જીવનસાથીને ક્રોધિત કરી શકે છે, જે કન્યા જાતકના ચોક્કસાઈના ધોરણો સાથે તાલમેલ સાધી શકતા નથી, અથવા તે મુજબ વર્તી શકતા નથી.

કન્યા સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર