For Personal Problems! Talk To Astrologer

કન્યા નક્ષત્ર

કન્યા નક્ષત્ર

ઉત્તરા ફાલ્ગુની નક્ષત્રઃ


આ નક્ષત્ર સાથેની રાશિનો દેવ આર્યમાન (સૂર્યનો ભેદ) અને સ્વામી સૂર્ય છે. તેમનામાં ઉત્સાહની માત્રા સમતોલનમાં જોવા મળે છે અને વ્યવહારીકપણું વધારે ધરાવે છે. આ જાતકોમાં કામેચ્છા મધ્યમ હોય છે તેમજ કન્યા રાશિના સારા લક્ષણો આ નક્ષત્રમાં જોવા મળે છે.
હસ્ત નક્ષત્રઃ
આ જાતકોનો દેવ રવિ (સૂર્ય) અને સ્વામી ચંદ્ર હોય છે. આકર્ષણ શક્તિ અને કલ્પના શક્તિ આ જાતકોમાં વધારે જોવા મળે છે. સાહિત્ય, સંગીત, અને કલા ક્ષેત્રે તેમને વધારે રૂચિ રહોય છે. આ જાતકોમાં આવડત ઘણી હોય છે પરંતુ હતાશાનો ભય રહ્યા કરે છે. તેમનામાં લાગણીશીલતા ઘણી વધારે જોવા મલે છે. સામેની વ્યક્તિ પાસેથી તેઓ પ્રેમની ઝંખના વધારે રાખે છે. ઉપરાંત તેઓ પોતે પણ પ્રેમાળ હોય છે.
ચિત્રા નક્ષત્રઃ
આ જાતકોના દેવ ત્વપ્ટા (વિશ્વકર્મા) અને સ્વામી મંગળ હોય છે. તેઓ ઘણા શોખીન હોય છે. તેમને શિલ્પકળાઓ જેવી વિવિધ કલા પ્રત્યે વધારે રુચિ હોય છે. નાટક અને સીનેમાના પણ શોખીન હોય છે. આ જાતકોમા રીસાઈ જવાનો ગુણ વિશેષ પ્રમાણમાં જોવા મળે છે. તેમનું મન બાળક જેવું હોય છે. તેઓ દેખાવ, માન અને પ્રતિષ્ઠાને વધુ પ્રાધાન્ય આપે છે.
 

કન્યા સાપ્તાહિક ફળકથન – 18-04-2021 – 24-04-2021

સુસંગતતા

કન્યા રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : કન્યા | નામનો અર્થ : કન્યા | પ્રકાર : પૃથ્વી- ચંચળ- નકારાત્મક | સ્વામી ગ્રહ : બુધ | ભાગ્યશાળી રંગ : નારંગી, સફેદ, રાખોડી, પીળો, મશરૂમ | ભાગ્યશાળી દિવસ : બુધવાર