Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
કન્યા – મકર સુસંગતતા
કન્યા અને મકર રાશિ વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં સારી સુસંગતતા જોવા મળે છે કારણ કે બંનેને વિશ્વાસ હોય છે કે તેઓ એટલી સમજણ ધરાવે છે કે એકબીજાના વ્યક્તિગત દ્રષ્ટિકોણને સમજી શકશે. મકર જાતકો અગાઉથી યોજના બનાવે છે અને મક્કમપણે પોતાના લક્ષ્ય સુધી પહોંચે છે જ્યારે કન્યા જાતકોને તેમની ક્ષમતા અને આવડતમાં વિશ્વાસ હોય છે. જીવન પ્રત્યે ગંભીર અભિગમને કારણે તેમનો સંબંધ ઓછો રોમેન્ટિક હોય છે. બંને પોતાના ગંભીર વલણને કારણે પ્રેમની પળો માણવાનું ભૂલી જાય છે. તેથી તેમના સંબંધમાં સુગંધ ભળે તે માટે તેમણે પ્રયાસ કરવો પડે છે.
કન્યા રાશિના પુરુષ અને મકર રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા મકર રાશિની સ્ત્રી તેના પ્રેમાળ સ્વભાવને કારણે ઉષ્માભર્યું વાતાવરણ ઊભું કરે છે જ્યાં તેઓ પોતાનો સંબંધ વિકસાવી શકે છે. કન્યા રાશિના પુરુષની સંગતમાં સ્ત્રીને હંમેશા સુરક્ષાનો અનુભવ થાય છે. આ સંબંધમાં સુસંગતતાનો દર ઘણો ઊંચો હોય છે. તેમનું વ્યક્તિત્વ હંમેશા એકબીજાને આકર્ષશે. તેમની લાઇફ સ્ટાઇલ એક સરખી હોય છે અને તેઓ નવરાશનો સમય મોજ મસ્તીમાં પસાર કરે છે. કન્યા રાશિનો પુરુષ અને મકર રાશિની સ્ત્રી સ્વભાવે ઘણાં રોમેન્ટિક હોય છે અને તેમની વચ્ચે મનમેળ ઘણો સારો હોય છે.
કન્યા રાશિની સ્ત્રી અને મકર રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા આ યુગલ વચ્ચે રોમાન્સ વસંતના ફૂલોની જેમ ખીલે છે. આ સંબંધ મધ જેવો મીઠો હોય છે. એકબીજાની સાથે રહીને તેમનું વ્યક્તિત્વ ખીલે છે. સ્ત્રીને પુરુષની હાજરીમાં સુરક્ષાનો અનુભવ થાય છે અને પુરુષ માટેનો તેનો પ્રેમ બતાવે છે. સ્ત્રી મુશ્કેલીઓના સમયમાં પુરુષની પડખે ઉભી રહે છે અને તેની જરૂરિયાતો પૂરી કરવાનો પ્રયત્ન કરે છે. પુરુષ ભૌતિક ચીજવસ્તુઓ દ્વારા સ્ત્રીને ખુશ કરે છે. આ રાશિઓ સૌથી ઉત્કૃષ્ટ પ્રેમ સંબંધ રચે છે.