કન્યા અને કર્ક રાશિ વચ્ચે સુસંગતતા
કર્ક રાશિનું પ્રતિનિધિત્વ કરચલો કરે છે. તે ઘણો સંવેદનશીલ અને ધીમો હોય છે જ્યારે કન્યા જાતકો તર્કસંગત અને ધીરજવાળા હોય છે. તેમના લક્ષણો અલગ-અલગ હોવાછતાં તેઓ એકબીજા સાથે મનમેળ સાધી શકે છે. કર્ક જાતકોનો દેખાવ આકર્ષક હોય છે જે કન્યા જાતકોને આકર્ષી શકે છે પણ તેમનો વારંવાર બદલાતો મૂડ કન્યા જાતકોને માફક નથી આવતો. કર્ક જાતકોને વ્યવહારૂ દ્રષ્ટિકોણ ગમે છે અને સામે કન્યા જાતકોની સાદગી તેમને ગમે છે. કર્ક જાતકોના લાગણીશીલ અને દયાળુ વર્તનને કારણે કન્યા જાતકો તેમની તરફ આકર્ષાય છે.
કન્યા રાશિના પુરુષ અને કર્ક રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
એવું યુગલ આપને ભાગ્યેજ જોવા મળશે જે લાંબા સમયથી એકબીજાની સાથે હોય અને સુખેથી જીવતુ હોય અને આ યુગલ તેમાનું એક હોય છે. તેમાં સ્ત્રી ઘણી લાગણીશીલ અને પરાવલંબી હોય છે અને પુરુષ સ્ત્રીને જોઇતી સુરક્ષા અને હૂંફ હંમેશા પુરી પાડે છે. પુરુષ પોતાની લાગણીઓની અભિવ્યક્તિ નથી કરી શકતો અને સ્ત્રી તેના વારંવાર બદલાતા મૂડ પર અંકુશ ન મુકી શકતી હોવાથી તેમની વચ્ચે ઉગ્ર ચર્ચા થવાની પણ શક્યતાઓ રહેલી છે. જોકે, આ બંને જાતકો એકબીજા પાસેથી શીખે છે અને પ્રતિકુળ પરિસ્થિતિને ટાળવાનો પ્રયત્ન કરે છે.
કન્યા રાશિની સ્ત્રી અને કર્કના પુરુષ વચ્ચે સુસંગતતા
આ સંબંધમાં પુરુષને જ્યારે જરૂર હોય ત્યારે સ્ત્રી હંમેશા તેને ખુશ રાખવાનો અને લાડ લડાવવાનો પ્રયત્ન કરે છે. અને પુરુષ તેની કલ્પનાશક્તિ, સારી યાદશક્તિ અને આકર્ષકતા દ્વારા સ્ત્રીને મોહિત કરે છે. તેઓ બંને એકબીજાને સુસંગત હોય છે કારણ કે તેઓ એકબીજાને ઘણી સારી રીતે સમજી શકે છે. આ બે રાશિઓ એકબીજા સાથે પ્રેમ, લાગણી અને વિશ્વાસથી જોડાયેલી હોય છે. તેમણે ફક્ત પોતાની સંવેદનશીલતા અને ટીકાખોર સ્વભાવને અંકુશમાં રાખવાની જરૂર છે.