કન્યા અને મેષ રાશિ વચ્ચે સુસંગતતા
મેષ અને કન્યા જાતકો પ્રામાણિક હોય છે. આ પ્રેમ સંબંધમાં આકર્ષણ હોય છે, પણ તે કેટલું ટકશે તે કહી શકાતુ નથી. મેષ રાશિના જાતકો ટીકા સહન કરી શકતા નથી. મેષ જાતકો ઉતાવળિયા હોય છે અને સામે કન્યા જાતકો એક નિર્ણય લેતા પહેલા ઘણો લાંબો વિચાર કરે છે. આર્થિક દ્રષ્ટિએ મેષ જાતકો ઉડાઉ હોય છે જ્યારે કન્યા જાતકો ખર્ચ પ્રત્યે વધારે પડતા સભાન હોય છે. મેષ જાતકોએ તેમની અધીરાઇ પર અંકુશ રાખવાની જરૂર છે જ્યારે કન્યા જાતકોએ ટીકા કરવાનું કે દલીલો કરવાનુ ટાળવું જોઇએ.
કન્યા રાશિના પુરુષ અને મેષ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા
જ્યોતિષશાસ્ત્રની દ્રષ્ટિએ જોઇએ તો, મેષ રાશિની સ્ત્રી અને કન્યા રાશિના પુરુષ માટે સંબંધમાં બંધાવુ એટલું સરળ નથી. સંબંધમાં જીવંતતા જાળવી રાખવા માટે તેમણે હંમેશા પ્રયત્નશીલ રહેવું પડે છે. પુરુષ ભવિષ્ય વિશે વિચારે છે અને સ્ત્રી વર્તમાનમાં જીવે છે. સ્ત્રીની સ્વયંસ્ફૂરિતા અને પુરુષનું હંમેશા યોજનાબદ્ધ રહેવાનું વલણ એકબીજા સાથે ટકરાઇ શકે છે. પુરુષ દરેક વખતે યોજના બનાવવામાં માને છે અને મેષ સ્ત્રી માટે તે કામ ખૂબજ કંટાળાજનક બની રહે છે. ફક્ત એક સારી વાત એ છે કે પુરુષ સ્ત્રીના ધ્યેયનો આદર કરે છે. આ પ્રેમ સંબંધમાં સુમેળ ત્યારે જ જળવાઇ શકે જો તેઓ બંને તેમની વચ્ચે રહેલા અંતરને દૂર કરવાનો પ્રયત્ન કરે.
કન્યા રાશિની સ્ત્રી અને મેષ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા
સ્ત્રીને લાગે છે કે કંઇક ટીકાજનક હોય તો તે યોગ્ય રીતે કહેવું જોઇએ પણ પુરુષ વિચારે છે કોઇને ક્યારેય સારા શબ્દોમાં વખોડી ન શકાય. પુરુષ નિયમોમાં માનતો નથી અને સ્ત્રી દરેક નિયમો પાળે છે. પુરુષ સ્ત્રીને ગુસ્સે કરે છે. સ્ત્રી પુરુષને તેનો મિજાજ ગુમાવવા બદલ ઠપકો આપે છે અને વાતાવરણને વધુ ઉગ્ર કરે છે. જ્યોતિષશાસ્ત્રની રીતે, આ પ્રેમ સંબંધ શરૂઆતના દિવસોને બાદ કરતા લાંબો સમય ટકી શકતા નથી.