Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
કન્યા – કુંભ સુસંગતતા
કન્યા અને કુંભ રાશિ વચ્ચે સુસંગતતા
આ સંબંધ ભાવનાત્મક જોડાણ સાધવામાં નિષ્ફળ નિવડી શકે છે. બંને રાશિના જાતકો બુદ્ધિશાળી હોય છે અને બૌદ્ધિક ચર્ચાઓ કરી શકે છે. કન્યા જાતકો તાર્કિક રીતે સમસ્યાઓ ઉકેલી શકે છે જ્યારે કુંભ જાતકો તેમના કામ પાછળ કોઇ કારણ શોધતા નથી. સુસંગતતાના ગ્રાફમાં આ સંબંધ સરેરાશ ગણાય છે. તેઓ પોતાની રીતે એકબીજાની જરૂરિયાત પૂરી કરવા પ્રયત્ન કરી શકે છે. તેથી આ બે જાતકો વચ્ચે સુસંગતતા સારી હોય છે.
કન્યા રાશિના પુરુષ અને કુંભ રાશિની સ્ત્રી વચ્ચે સુસંગતતા આ સંબંધને સફળ બનાવવા બંને તરફથી ઘણાં પ્રયત્નોની જરૂર પડે છે. આ પુરુષ નજીવી બાબતોને લઇને પણ હંમેશા ચિંતિત રહે છે પણ કુંભ રાશિની સ્ત્રી આશાવાદી હોય છે અને જીવનના દરેક પાસાને હકારાત્મક રીતે જુએ છે. તેઓ બંને એકબીજા માટે પ્રેરણાસ્રોત તરીકે કામ કરે છે જેના દ્વારા તેઓ જીવનનું લક્ષ્ય સિદ્ધ કરે છે. આ સંબંધ સારો પ્રેમ સંબંધ બની શકે છે.
કન્યા રાશિની સ્ત્રી અને કુંભ રાશિના પુરુષ વચ્ચે સુસંગતતા શરૂઆતના તબક્કામાં તેઓ બંને વ્યક્તિગત રીતે પરસ્પર આકર્ષાય છે પણ સમય જતાં તેઓ એકબીજાથી દૂર થતા જાય છે. આ સંબંધમાં સ્થિરતાની શક્યતા ઘણી ઓછી રહેલી હોય છે. કુંભ રાશિનો પુરુષ ધાક જમાવનારો અને વધારે અપેક્ષાઓ રાખનારો હોય છે જે તેમના સંબંધમાં તિરાડ ઊભી કરે છે. કન્યા રાશિની સ્ત્રી તેના હકારાત્મક સ્વભાવથી મોહી લે છે પણ જલ્દી જ તેનો ખરાબ ગુસ્સો જોઇને હતાશ થઇ જાય છે. આ સંબંધમાં ઓછો સુમેળ જણાય છે.