For Personal Problems! Talk To Astrologer

ગૌરાંગ ટાંક

વિશેષતા
ગૌરાંગભાઈ વિવિધ ફળકથન શાસ્ત્રો જેમ કે અંકશાસ્ત્ર, ટેરો, ફેંગ શુઈ, વાસ્તુશાસ્ત્ર, આઈ-ચિંગ અને ચીની જ્યોતિષશાસ્ત્ર તેમ જ વેદિક જ્યોતિષશાસ્ત્રમાં પણ રસ ધરાવે છે.

સિદ્ધિઓ
માહિતી ઉપલબ્ધ નથી

અંગત પરિચય
વર્ષ ૧૯૮૦માં ભારતના ગુજરાત રાજ્યના નાના શહેર મહેસાણામાં મારો જન્મ થયો છે. મારી ફળકથનની ક્ષમતાઓને પ્રોત્સાહન આપવા બદલ હું મારા પરિવારનો આભારી છું. કારણ કે, હું બ્રાહ્મણ પરિવારમાંથી નથી તેમ જ મારા પરિવારમાં કોઈ જ્યોતિષ કે ભવિષ્યવેત્તા નથી પરંતુ ટેક્સટાઈલ એન્જિનિયરિંગ ક્ષેત્રે મેં ત્રણ વર્ષ ગાળ્યા બાદ મને કંઈ વિશેષ કરવાની ઈચ્છા હતી. ગણેશાસ્પિક્સના કોલસેન્ટરમાં હું સલાહકાર જ્યોતિષી તરીકે જોડાયો હતો. અહીં, મેં મારી કમ્યુનિકેશન કળા અને વેદિક જ્યોતિષમાં મારૂં કૌશલ્ય વિકસાવ્યું છે.

અનુભવ
૧૫ વર્ષ

કુશળતા
અંકશાસ્ત્ર, ટેરો, ફેંગ શુઈ

શોખ
ફિલ્મો અને સાહિત્ય મને ખૂબ જ પસંદ છે. સાયન્સ ફિક્શન ફિલ્મો અને નવલકથાઓમાં પણ મને ઘણી રુચિ છે. જેમ્સ બોન્ડ મારૂં સૌથી પ્રિય પાત્ર છે. એચ.જી. વેલ્સ દ્વારા લખાયેલી ‘ધ ટાઈમ મશીન’ મારી પ્રિય નવકલથા છે.

કારકિર્દી તરીકે જ્યોતિષક્ષેત્ર પસંદ કરવા પાછળનું કારણ
મને મારા મિત્રો, સંબંધીઓ અને ક્લાયન્ટ્સની સમસ્યાઓ ઉકેલવી ગમે છે. અંકશાસ્ત્ર તરીકે ઓળખાતી આંકડાની રમત અને ટેરોના રહસ્યમય ચિહ્નોનો અભ્યાસ પણ મને ગમે છે. ઈન્ટિરિઅર ડિઝાઈનિંગની કળા પણ મને આકર્ષે છે અને કોઈપણ સ્થળની હું મુલાકાત લઉ તો વાસ્તુ તેમ જ ફેંગ શુઈ આધારિત ટીપ્સ આપતા હું મારી જાતને રોકી શકતો નથી.