For Personal Problems! Talk To Astrologer

માલવ ભટ્ટ

વિશેષતા
માલવ ભટ્ટ સામુદ્રિક શાસ્ત્ર, નાડી શાસ્ત્ર અને નિમિત્ત શાસ્ત્ર તેમ જ શુકનશાસ્ત્રનું પણ જ્ઞાન ધરાવે છે.

સિદ્ધિઓ
ભારતીય રેલવે બજેટ ૨૦૦૮-૦૯ અંગે સચોટ ફળકથન. લોકસભાની ચૂંટણી ૨૦૦૯ અંગે સચોટ ફળકથન, ગુજરાત વિધાનસભા ચૂંટણી ૨૦૦૭ અંગે સચોટ ફળકથન, નરેન્દ્ર મોદીની આગામી પાંચ વર્ષની ટર્મ અંગે સચોટ ફળકથન.

અંગત પરિચય
તેમનો જન્મ અને ઉછેર અમદાવાદમાં થયો છે. તેમના માતા પિતા જ તેમના માટે પ્રોત્સાહન અને પ્રેરણાનો સૌથી મોટો સ્ત્રોત છે. તેમના નાના ભાઈ સાહિલના સહકારથી તેઓ રેકી ગ્રાન્ડ માસ્ટર પણ બની શક્યા છે. જ્યોતિષશાસ્ત્રના ક્ષેત્રમાં સફળ કારકીર્દિનો શ્રેય તેઓ તેમની પત્નીને આપે છે. તેમના પત્ની પોતે એક જ્યોતિષી છે અને હંમેશા તેમને જ્યોતિષ સંબંધિત સંશોધનમાં મદદ કરે છે.

અનુભવ
૧૫ વર્ષ

કુશળતા
જ્યોતિષ ફળકથન, આધ્યાત્મિક જ્યોતિષ, વાસ્તુ શાસ્ત્ર, ડાઉઝિંગ અને પેન્ડુલમ, રેકી શીખવવી અને તે દ્વારા ઉપચાર કરવો.

શોખ
વેદિક પુસ્તકોનું વાંચન, જિમ્નેશિયમ અને રમતો, રાઈફલ શૂટિંગ

કારકિર્દી તરીકે જ્યોતિષક્ષેત્ર પસંદ કરવા પાછળનું કારણ
બાળપણમાં સંસ્કાર ધામમાં તેમને વેદિક શાસ્ત્રો અને વેદિક સાહિત્ય શીખવવામાં આવતું હતું, આથી તેમણે મોટા થઈને પણ આ વિષય સાથે જ સંકળાયેલા રહેવાનું નક્કી કર્યું હતું. તેમની પ્રથમ મહત્વાકાંક્ષા આઈએએસ અધિકારી બનવાની હોવા છતાં એક યા બીજા કારણોસર તે પૂર્ણ ન થઈ શકી. બાદમાં, તેમણે વેદિક જ્યોતિષ પર સંપૂર્ણ ધ્યાન કેન્દ્રિત કરવાનું નક્કી કર્યું. હાલમાં, તેઓ જ્યોતિષ શાસ્ત્રના વિષયમાં ટોચ પર પહોંચવા માટે આગળ વધી રહ્યા છે.