For Personal Problems! Talk To Astrologer

ધર્મેશ જોશી

વિશેષતા
પોતે શોધેલી કેટલીક વિશેષ પદ્ધતિઓના આધારે તેઓ સામાન્ય પ્રશ્નોનો ઉકેલ લાવી શકે છે જે ખૂબ જ અસરકારક પદ્ધતિ છે અને કોઈપણ સમસ્યાને જડમૂળથી નાબૂદ કરે છે. ખુબ જ પ્રભાવશાળી અને જ્ઞાની પરિવારમાં જન્મ આપવા બદલ તેઓ ઈશ્વરનો આભાર માને છે. ઉપરાંત, પોતે જે કંઈપણ નવા વિચારોનો અમલ કરવાનો પ્રયાસ કર્યો તેમાં માતા-પિતા અને સહકર્મીઓ તરફથી મળેલા પ્રોત્સાહન બદલ તેઓ આ તમામ લોકોનો પણ આભાર વ્યક્ત કરે છે. તેઓ આત્મવિશ્વાસ સાથે દરેકની સમસ્યાઓ ચકાસે છે અને જ્યોતિષશાસ્ત્ર પ્રત્યેના સંપૂર્ણ સમર્પણભાવ સાથે સમસ્યાઓનો ઉકેલ લાવે છે.

સિદ્ધિઓ
વર્ષ ૨૦૦૫માં કર્મચારીઓના શ્રેષ્ઠ અને નિષ્ઠાવાન વડાનો એવોર્ડ, તેમના સ્ટૉક માર્કેટના ફળકથનોની નિયમિત પ્રસંશા, મીડિયામાં નિયમિત ઉપસ્થિતિઃ Moneycontrol.com, Rediff.com, Dalalstreet.com, Myiris.com, આઉટલુકપ્રૉફિટ(મેગેઝિન), બિયોન્ડ માર્કેટ નિર્મલબંગ(મેગેઝિન), મનીમંત્ર(મેગેઝિન), સ્માર્ટઈન્વેસ્ટમેન્ટ(મેગેઝિન), ધ ઈકોનોમિક્સ ટાઈમ્સ, સંદેશ સમાચારપત્ર, ડીએનએ મની, ફિલિંગ્સ મેગેઝિન, ફુલછાબ, અકિલા સમાચારપત્ર, અમદાવાદ ટાઈમ્સ, દિવ્ય ભાસ્કર સમાચારપત્ર, રખેવાળ સમાચારપત્ર, મૂવી મેગેઝિન(યુએસએ આવૃત્તિ), ઝી ટીવી ગુજરાતી, ઈટીવી ગુજરાતી.

અંગત પરિચય
તેમનો પરિવાર છેલ્લી આઠ પેઢીઓથી જ્યોતિષ શાસ્ત્ર અને તે દ્વારા વિવિધ સમસ્યાના ઉકેલો આપવા સાથે સંકળાયેલો છે. જ્યોતિષક્ષેત્રે શૈક્ષણિક યોગ્યતા મેળવવા ઉપરાંત, તેમના પિતા, ગિરીશભાઈ જોશી પાસેથી પણ તેમણે જ્યોતિષ વિદ્યા અને ઉપચારક પદ્ધતિઓનું જ્ઞાન મેળવ્યું છે, જેઓ અમદાવાદ અને ગુજરાતમાં જ્યોતિષીય ઉકેલો માટે ખૂબ જ ખ્યાતિ ધરાવે છે. વિદેશમાં વસતા લોકો પણ તેમની વ્યક્તિગત અને ફોન પર મુલાકાત લે છે. શ્રી ધર્મેશભાઈ જોશી સંયુક્ત પરિવારમાં રહે છે.

અનુભવ
૧૫ વર્ષ

કુશળતા
સ્ટૉકમાર્કેટ, કોમોડીટિ, ઉપચારક પદ્ધતિઓ

શોખ
તેમને ક્રિકેટ રમવાનો અને જોવાનો શોખ છે. વેદિક સાહિત્યમાં વિશેષ રુચિના કારણે તેઓ આ અંગે બહોળું વાંચન ધરાવે છે. તેઓ માને છે કે વાંચન માણસના મગજને પોષણ આપે છે તેમ જ તેનામાં નવચેતનાનો સંચાર કરે છે. તેઓ એક પણ દિવસ યોગ કરવાનું ચૂકતા નથી કારણ કે તેઓ માને છે કે યોગ તેમને ઉર્જાવાન અને સંતુલિત રાખે છે તેમ જ શારીરિક અને માનસિક સ્વાસ્થ્ય જાળવવામાં મદદરૂપ થાય છે. આ ઉપરાંત તેઓ બાળપણમાં મંત્રો બોલતા શીખ્યા ત્યારથી જ નિયમિત પૂજા-પાઠ કરવાનું ક્યારેય ચુકતા નથી. પૂજા-પાઠના કારણે તેમનું આધ્યાત્મિક બળ વધે છે. ઈશ્વરભક્તિ તેમના અન્ય રોજિંદા કાર્યોની જેમ જ તેમના જીવનમાં વણાઈ ગઈ છે.

કારકિર્દી તરીકે જ્યોતિષક્ષેત્ર પસંદ કરવા પાછળનું કારણ
તેઓ માને છે કે ઈશ્વર જ્યારે કોઈ સમસ્યા ઊભી કરે છે તો સાથે તેનો ઉકેલ પણ બનાવે છે. માણસ હોય કે વનસ્પતિ, જો તેનું સ્વાસ્થ્ય કે સ્થિતિ સારા ન હોય તો ચોક્કસપણે તેની પાછળ કોઈ કારણ હોય છે અને તેનો કોઈ ઉકેલ પણ હોય જ છે. તેઓ આવા જ કેટલાક પાયાના સિધ્ધાન્તોને શોધી કાઢવાનો પ્રયાસ કરે છે અને નવું નવું શોધતા રહે છે. તેઓ ઉપચારક પદ્ધતિઓ શોધવાની અને પોતાના સામર્થ્ય પ્રમાણે તેનાથી દુનિયાને મદદ કરવાની ઈચ્છા ધરાવે છે. આ ઉપરાંત સ્ટોકમાર્કેટ અને કોમોડીટિમાં પણ સચોચ ફળકથન કરીને લોકોની મદદ કરવાની તેમની અન્ય એક પ્રબળ ઈચ્છા રહી છે, કારણ કે લાંબા મહાવરાના કારણે તેઓ જાણી શક્યા છે કે બજારની નાનામાં નાની ગતિવિધિનું પણ સચોટ ફળકથન શક્ય છે.