શારીરિક બાંધોઃવૃષભ જાતકોની ઊંચાઇ સામાન્ય હોય છે. તેમના વાળ મોટેભાગે વાંકડિયા અને કપાળ પર સુંદર લટના આકારમાં ગોઠવાયેલા હોય છે. ચહેરો ભરાવદાર અને માંસલ હોય છે. હોઠ આકર્ષક અને અવાજ ઘેરો અને રણકારભર્યો હોય છે. ગરદન ટૂંકી હોય છે. હાથ સુડોળ અને આંગળીઓ થોડી શંકુ આકારની હોય છે. ત્વચા સુંવાળી હોય છે અને તેઓની હિલચાલ ઝડપી તથા લયબદ્ધ હોય છે.સ્વાસ્થ્યઃવૃષભ જાતકોમાં શક્તિનો ભંડાર હોય છે પણ તેમણે ખાવા પીવામાં અતિરેક ટાળવો જોઇએ. વજનની સમસ્યા ચિંતા ઊભી કરે છે. વૃષભ જાતકોનું ગળું ખૂબ જ સંવેદનશીલ હોવાથી તેમને ગળામાં ખરાશ કે બળતરાની સમસ્યા રહેતી હોય છે.સૌદર્ય ટીપ્સઃવૃષભ જાતકોએ વાદળી રંગ પહેરવો જોઇએ, સૌમ્ય ત્વચા સાથે તે ઘણો સારો લાગે છે. શક્ય હોય તો ગળામાં નીલમ પહેરો. ઘેરા રંગની લિપસ્ટિક લગાવવી જોઇએ. તેઓ હાથમાં બ્રેસલેટ અને આંગળીઓમાં વીંટી ચોક્કસ પહેરે છે. નખ પર ઘેરા રંગનું નેઈલપૉલિશ પણ સારું લાગે છે.મનગમતી ખાદ્યસામગ્રીઃવૃષભ જાતકોનો મનગમતો ખોરાક કોળું, ફ્લાવર, કાકડી, વટાણા, બદામ છે. આપે કડક કે ગળ્યા પદાર્થો વધુ ન ખાવા જોઇએ.આદતોઃવૃષભ જાતકો સરળતાથી ખરાબ આદતો અપનાવી લે છે અને તેઓ પોતાની જાતની આળપંપાળ કરનારા તેમ જ ઘણીવાર આળસુ હોય છે. |
||
સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર