2021ની શરૂઆતના કેટલાક મહિનામાં મધ્યમ ફળ મળવાની આશા રાખજો અને આ સમયમાં તમે પોતાના નાણાંનો સદુપયોગ કરવાનો પણ વિચાર કરવો પડશે કારણ કે બિનજરૂરી ધન હાનિના યોગ બની રહ્યાં છે. આ સમયમાં તમે શક્ય હોય ત્યાં સુધી કોઇને નાણાં ઉછીના આપતા નહીં કારણ કે તેમની પાસેથી નાણાં પાછા આવવામાં વિલંબ થાય અથવા ના પણ આવે. જાન્યુઆરીથી માર્ચ દરમિયાન તમે ખૂબ સારા પ્રમાણમાં ખર્ચ કરો તેવી શક્યતા છે. તમારે પોતાની આર્થિક બાબતોનું નિયંત્રણ કરવું જરૂરી છે અને તેનાથી લાભ પણ થશે. આર્થિક લાભ માટે એપ્રિલ, જુન-જુલાઇ અને ઓક્ટોબર તેમજ નવેમ્બર મહિનો ઘણો લાભદાયક પુરવાર થશે. આ સમયમાં વૃષભ જાતકોને અનેક માધ્યમોથી ધન પ્રાપ્તિની તકો મળી શકે છે. છેલ્લા મહિનામાં આવકની ગતિ થોડી ધીમી પડી શકે છે. આ સમયમાં કોઇ વિવાદના કારણે નાણાં ખર્ચાય તેવી શક્યતા પણ જણાઇ રહી છે.