For Personal Problems! Talk To Astrologer

વૃષભ વાર્ષિક પ્રણયજીવન અને સંબંધો ફળકથન

આ વર્ષ (2020)

પ્રણયજીવનમાં આ વર્ષે તબક્કાવાર નીકટતા વધશે. પૂર્વાર્ધના તબક્કામાં કાર્યસ્થળે વિજાતીય વ્યક્તિઓ સાથે તમારી નીકટતા વધશે અને અવિવાહિતોને કદાચ આ સંબંધોમાંથી જ યોગ્ય જીવનસાથી મળી જાય તો નવાઇ નહીં. અત્યારે તમારે પ્રેમની અભિવ્યક્તિમાં થોડુ સાચવવું જરૂરી છે કારણ કે શબ્દોનું ખોટુ અર્થઘટન તમારા સંબંધો અને સપના બંનેને ચકનાચુર કરી શકે છે. ખાસ કરીને વર્ષના મધ્યમાં તમે પ્રિયપાત્ર સાથે ઘણો સમય વિતાવી શકશો. એપ્રિલથી જુલાઇ સુધી તમારામાં રોમાન્સની લાગણી સૌથી વધુ રહેશે. તમારું આકર્ષક વ્યક્તિત્વ વિજાતીય પાત્રોને આકર્ષવામાં જાદુઇ છડી જેવું કામ કરશે. જીવનસાથી શોધી રહેલા જાતકો પણ વર્ષના મધ્યમાં યોગ્ય પાત્ર સાથે સંબંધોમાં આગળ વધી શકે છે. પરિવારના સંબંધોનું સુખ માણી શકશો. છેલ્લા બે મહિનામાં મિત્રો સાથે સંબંધોમાં થોડુ અંતર રહેવાની શક્યતા છે. આના માટે કદાચ તમારું વ્યસ્ત પ્રોફેશનલ જીવન જવાબદાર હોઇ શકે છે. છેલ્લા ત્રણ મહિનામાં તમારે સંબંધોમાં પોતાના સાથીને વધુ અવકાશ આપવો પડશે તેમનો વિશ્વાસ જીતવાના પ્રયાસો પણ કરવા પડશે.
#

Trending (Must Read)

વૃષભ સાપ્તાહિક ફળકથન – 29-03-2020 – 04-04-2020

વૃષભ માસિક ફળકથન – Apr 2020

વૃષભ સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ રાશિ વિશે બધુ જ જાણો

સંસ્કૃત નામ : વૃષભ | નામનો અર્થ : વૃષભ | પ્રકાર : પૃથ્વી-સ્થિર-નકારાત્મક | સ્વામી ગ્રહ : શુક્ર | ભાગ્યશાળી રંગ : વાદળી, વાદળી-લીલો | ભાગ્યશાળી દિવસ : શુક્રવાર, સોમવાર

વધુ જાણો વૃષભ