2021ની શરૂઆત શિક્ષણના સંદર્ભમાં મધ્યમ ફળદાયી રહેશે કારણ કે તમારી એકાગ્રતામાં ઘટાડો આવવાથી તમે કેટલાક અઘરા વિષયોમાં વધુ સારી પકડ નહીં જમાવી શકો. આ કારણે શિક્ષણમાં તમારે સમસ્યાનો સામનો કરવાની તૈયારી રાખવી પડશે. ઉચ્ચ શિક્ષણ માટે પ્રયાસરત લોકો વધુ મહેનત કરશે તો જ તેમને પ્રવેશ પરીક્ષાઓમાં સફળતા મળી શકે છે. જે વૃષભ જાતકો પહેલાંથી જ ઉચ્ચ શિક્ષણમાં જોડાયેલા હોય તેમને સફળતા મળશે પરંતુ પરિશ્રમનો કોઇ વિકલ્પ નથી તે ધ્યાનમાં રાખવું જરૂરી છે. કોઇપણ વિષયમાં તમે ઊંડી સમજ કેળવી શકો છો. આ વર્ષ 2021માં ઘણી વખત તમારા જ્ઞાનની પ્રશંસા થઇ શકે છે અને લોકો તમારી પાસેથી જરૂરી સલાહ-સૂચન લેવા આવે તેવી પણ શક્યતા છે. વર્ષનો મધ્ય ભાગ વિદેશમાં અથવા જન્મભૂમિથી દૂરના અંતરે શિક્ષણ મેળવવા માટે અનુકૂળ છે. જોકે સફળતા માટે મહેનત કરવી પડશે. 2021ના ઓક્ટોબર અને નવેમ્બર મહિનામાં તમને અભ્યાસમાં સારી સફળતા મળવાની શક્યતા છે.