વૃષભ રાશિના જાતકોને આ વર્ષે પોતાને સ્થાપિત કરવા માટે સંખ્યાબંધ તકો મળશે. જો આ તકોનો તમે ફાયદો લેતા શીખી જશો તો આ વર્ષ આપવા માટે ઘણું પ્રગતિપૂર્ણ રહેશે. તમારા લગ્ન સ્થાનમાં રહેલો રાહુ સંખ્યાબંધ બાબતોમાં નિરંકુશ બનાવશે જેના કારણે તમે સફળતા પ્રાપ્ત કરવા માટે કોઇપણ હદે જવા તૈયાર થશો. તમારી ઇચ્છા સુખ ભોગવવાની રહેશે અને તેના માટે તમે ખૂબ પ્રયાસ કરશો. પરિવારમાં વડીલોના આશીર્વાદ આપની સાથે રહેશે જેના કારણે આપના કાર્યોમાં સફળતા મળશે. દાંપત્યજીવનના દૃષ્ટિકોણથી આ વર્ષ સામાન્ય ફળદાયી રહેશે. પરિવારમાં તમારી સ્થિતિ અગાઉની તુલનાએ સારી રહેશે. 2021માં વૃષભ રાશિના જાતકો ઘણી લાંબી મુસાફરી કરી શકે છે અને કેટલીક મુસાફરી દેવદર્શન માટે હશે એટલે કે તીર્થસ્થળોએ જવાનું વારંવાર થઇ શકે છે. આ મુસાફરીઓથી તમને જીવનમાં નવી ઉર્જાનો અહેસાસ થશે અેન તમે પોતાને આત્મવિશ્વાસથી ભરપૂર હોવાનો અહેસાસ કરશો. કેટલાક લોકોને 2021માં વિદેશ યાત્રાના યોગ પણ બની રહ્યા છે પરંતુ કેટલાક કિસ્સામાં આ વર્ષે તમારે કર્મોનું ફળ ભોગવવા માટે તૈયારી રાખવી પડશે. એટલે કે કોઇ કાયદા વિરુદ્ધ કામ કાર્યું હોય તો વર્ષની શરૂઆતમાં સરકાર તરફથી કોઇ દંડ મળી શકે છે. આવી સ્થિતિમાં વૃષભ રાશિના જાતકોએ ખાસ સાવધાની રાખવી જરૂરી છે. શિક્ષણના ક્ષેત્રમાં કોઇ શિક્ષક અથવા પ્રોફેસર તમારા માટે તારણહાર સાબિત થશે અને તમારા પર તેમની કૃપા રહેવાથી કેટલાક સારા પરિણામો પ્રાપ્ત કરી શકશો. જો તમારા જીવનસાથી નોકરી કરી રહ્યાં હોય તો, આ વર્ષે તેમને વિદેશ જવાની તકો મળી શકે છે.