સપ્તાહની શરૂઆતમાં આપને કર્મના ફળરૂપે આવકનું પ્રમાણ સારું રહેશે પરંતુ ઉત્તરાર્ધમાં ખર્ચ થતા આપના હાથમાં રોકડનું પ્રમાણ વધારે નહીં હોય. ભાગીદાર તરફથી આપને કોઇ છેતરપિંડી ના થાય તેનું ધ્યાન રાખવું. સપ્તાહના છેલ્લા દિવસે ઉઘરાણીનો ઉકેલ આવી શકે છે તેમજ લોન સંબંધિત કાર્યોમાં સકારાત્મક સમાચાર આવી શકે છે. વિવાહિતોને શ્વસુરપક્ષથી તેમજ જીવનસાથીના નામે અગાઉ કરેલા રોકાણથી ફાયદો થઈ શકે છે.