સપ્તાહની શરૂઆતમાં તમારું સ્વાસ્થ્ય સારું રહેશે અને તમારામાં ઉર્જાનું સ્તર સારું હોવાથી કામકામમાં વધુ સમય આપી શકો. જોકે, ઉત્તરાર્ધમાં ચંદ્ર વ્યય સ્થાનમાં રહેશે માટે તે સમયમાં અનિદ્રા, બેચેની અને ફૂડ પોઈઝનિંગ અથવા ભોજનની અતિશયોક્તિના કારણે થતી સમસ્યાઓ માથુ ઊંચકી શકે છે. બ્લડપ્રેશર, હૃદય સંબંધિત બીમારી, પીઠમાં દુખાવો, કરોડરજ્જૂની સમસ્યા હોય તેમણે વિશેષ કાળજી લેવી. છેલ્લા દિવસે તમારા સ્વાસ્થ્યમાં થોડો સુધારો આવશે.