ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા વિદ્યાર્થીઓ માટે હાલમાં થોડો મહેનતપૂર્ણ સમય છે. સપ્તાહના ઉત્તરાર્ધમાં ચંદ્ર વ્યય સ્થાનમાં આવતા અજંપો વધશે. જોકે, છેલ્લા દિવસે થોડી રાહત થઇ શકે છે. રિસર્ચ અને સંશોધન તેમજ વિજ્ઞાનના વિષયોમાં અભ્યાસ કરતા જાતકોને હાલમાં કોઇપણ કારણથી વિલંબનો સામનો કરવો પડે. વિદેશમાં અભ્યાસ સંબંધિત કાર્યોમાં પણ અવરોધો અને વિલંબના ચાન્સ છે.