Problems Regarding Career, Relationships and Money MatterTalk To Expert
વૃષભ – વૃશ્ચિ સુસંગતતા
વૃષભ અને વૃશ્ચિક રાશિ વચ્ચે સુસંગતતા
વૃશ્ચિક જાતકની આધિપત્યની ભાવના અને વૃષભ જાતકનો ઇર્ષાળુ સ્વભાવ, આ બંનેના કારણે કેટલીક સમસ્યાઓ ઊભી થાય છે. બંને સમાધાનવૃત્તિ ન અપનાવે તો તેમની વચ્ચે તાલમેલ રહેતો નથી. તેઓ હંમેશા એકબીજા પ્રત્યે શંકાઓ કરતા હોવાથી તેમના સંબંધો ભાંગી પડે છે. તેમની વચ્ચે સારો સુમેળ જાળવી રાખવો હોય તો તેમણે પોતાની લાગણી ખુલ્લેઆમ વ્યક્ત કરવી જોઇએ. જો બંને જણાં એકબીજાને પુરતો અવકાશ આપવાનો પ્રયાસ કરે તો તેમના સંબંધો ટકી રહે છે.
વૃષભ પુરુષ અને વૃશ્ચિક સ્ત્રી વચ્ચે સુસંગતતા આ જોડી વચ્ચેનો સંબંધ અશકય નથી પરંતુ સંબંધોની ગાડી પાટા પર સારી રીતે ચાલી શકે તે માટે તેમણે બંનેએ ખરેખર ઘણાં પ્રયાસો કરવા પડે છે. વ્યક્તિગત રીતે કઠોર અને શંકાશીલ સ્વભાવ તેમના સંબંધો વિકસવામાં અવરોધ ઊભા કરી શકે છે. તેમનો જડ અને જિદ્દી સ્વભાવ પોતાના અંગત અભિપ્રાયો એકબીજા સમક્ષ વ્યકત કરતા તેમને રોકે છે. આટલી બધી ખામીઓ હોવા છતાં તેમની વચ્ચેનું શારીરિક આકર્ષણ અને કેમિસ્ટ્રી ખૂબ સારી હોય છે તેથી રોમેન્ટિક પળોમાં તેઓ સારા ખીલે છે. એકબીજાનું મન વાંચી શકે અને વિચારોને સમજી શકે તો તેમની વચ્ચેના સંબંધોમાં વાંધો આવી શકતો નથી.
વૃષભ મહિલા અને વૃશ્ચિક પુરુષ વચ્ચે સુસંગતતા તેમના પ્રેમ સંબંધોમાં ઘણા ચડાવ- ઉતાર અનુભવવા મળે છે. વૃષભ મહિલા હંમેશા તેના જોડીદાર તરફ શંકાની નજરે જુએ છે. તેથી તેમની વચ્ચે તકરાર થાય છે. બીજી તરફ વૃશ્ચિક પુરુષ સ્વભાવે મૂડી હોય છે અને તે હંમેશા પોતાની સ્ત્રી પાર્ટનર સાથે ઝઘડવા તૈયાર જ હોય છે. આમ તેમની વચ્ચે સતત ચાલતા રહેતા ઝઘડા તેમના સંબંધનો અંત લાવે છે. તેમણે પરસ્પર તાલમેલ જાળવી રાખવો હોય તો એકબીજા ભાવનાઓને આદર આપતા અને મતભેદોને ઉકેલતા શીખવું જોઇએ.