For Personal Problems! Talk To Astrologer

વૃષભ – મીન સુસંગતતા

વૃષભ અને મીન રાશિ વચ્ચે સુસંગતતા

બંને જાતકો વચ્ચે સુમેળ બેસાડવામાં તેમની સ્વભાવની ચોક્કસ ભિન્નતાઓ વચ્ચે આવે છે. વૃષભ જાતકને સાદગીભર્યું જીવન ગમે છે અને જીવન પરત્વેનો તેનો અભિગમ વ્યવહારૂ હોય છે. જ્યારે મીન જાતકો હંમેશા સપનાની દુનિયામાં વિહરતા હોય છે. તેથી પોતાના વિચારો અંગે તેઓ સ્પષ્ટ નથી હોતા. સ્વભાવની કોમળતા, દયાળુપણું અને કરૂણા મીન જાતકોના વ્યકિતગત ગુણોના જ ભાગ છે, જે વૃષભ જાતકોને આકર્ષે છે. પ્રેમની દૃષ્ટિએ જોતા આ બંનેમાં સંવાદિતા જળવાઇ રહેશે. સમય વીતવાની સાથે ધીમેધીમે આ સંબંધ વિકાસ પામે છે.

વૃષભ પુરુષ અને મીન મહિલા વચ્ચે સુસંગતતા
આ બંને વચ્ચે પ્રેમસંબંધ ખૂબ સારો રહે છે, કારણ કે બંને જણાંની વચ્ચે પરસ્પર સમજદારીનો સેતુ હોય છે, જે તેમને જોડેલા રાખે છે. બંને એકબીજા સાથે આકર્ષણ અનુભવે છે અને પ્રગાઢ પ્રણય સંબંધોનો આનંદ ઉઠાવે છે. આ રાશિમેળ ખૂબ સારી સુસંગતતામાં પરિણમે છે. પ્રેમ અને રોમાન્સમાં સમાન રીતે આનંદ અનુભવે છે. મીન મહિલા વૃષભ પુરુષની હિંમત અને તેની ઊંડી સૂઝની પ્રશંસા કરશે, જ્યારે બીજી તરફ વૃષભ પુરુષ મીન મહિલાની સમજદારી અને પ્રેમની ઉત્કટતાનો ચાહક હોય છે.

વૃષભ મહિલા અને મીન પુરુષ વચ્ચે સુસંગતતા
વૃષભ મહિલાની વફાદારી અને નિષ્ઠાને કારણે મીન પુરુષ સંપૂર્ણ સુરક્ષિતતાની ભાવના અનુભવે છે. વૃષભ મહિલાને મીન પુરુષની શારીરિક રીતે પ્રેમ કરવાની આવડત ગમે છે. તેથી પ્રેમની દૃષ્ટિએ બંનેની નિકટતા ઘણી સારી હોય છે, વૃષભ મહિલાને મીન પુરુષનું બૌદ્ધિક ઊંડાણ હંમેશા આકર્ષે છે. તે પુરુષને જીવનની વાસ્તવિકતાનું ભાન કરાવે છે અને તેણે જે સપના સેવ્યાં છે તે સાકાર કરવા પ્રેરણા અને પ્રોત્સાહન આપે છે. તેમની વચ્ચે રહેલી થોડી ઘણી ભિન્નતાઓને ઓળખીને તે દૂર કરવાનો જો તેઓ પ્રયાસ કરે તો તેમની વચ્ચે જબરદસ્ત તાલમેલ જળવાઇ રહે છે.

સુસંગતતા

અગ્નિ તત્વની રાશિઓ
પૃથ્વી તત્વની રાશિઓ
વાયુ તત્વની રાશિઓ

વૃષભ વ્યવસાય અને કારકિર્દીનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે જન્મભૂમિથી દૂરના અંતરે અથવા વિદેશમાં વ્યવસાયિક કામકાજોમાં આપને થોડો વિલંબ થવાની શક્યતા છે. જુના સ્થાવર મિલકતના કોઈપણ કાયદાકીય પ્રશ્નો ઉકેલાઈ શકે છે પરંતુ ભાગીદારીના કાર્યોમાં સાવધાની રાખવી. નવા કરારો કરવામાં પણ…

વૃષભ પ્રણયજીવન અને સંબંધોનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે આપના પ્રણયસંબંધોમાં એકાદ-બે મીઠા ઝઘડા થવાની સંભાવના છે પરંતુ તેથીના પારસ્પરિક પ્રેમ વધશે. વાણી અને બૌદ્ધિક ચતુરાઈથી આપ વણસેલી વાતને ઉકેલવાનો પ્રયાસ કરી શકશો. લગ્નોત્સુક જાતકોને કોઈ જાહેર પ્રસંગમાં વિજાતીય પાત્રો…

વૃષભ આર્થિક અને નાણાંનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહમાં આપની નાણાભીડ ઘટતા માનસિક હળવાશ રહેશે. તમે અત્યારે મોજશોખ અને ભોગવિલાસમાં વધુ નાણાં ખર્ચશો માટે આવા ખર્ચને અંકુશમાં રાખવાની જરૂર છે. સરકાર દ્વારા સબસિડી, કર રાહત જેવી પ્રત્યક્ષ કે પરોક્ષ રીતે આર્થિક મદદ ઇચ્છતા હોવ…

વૃષભ શિક્ષણ અને જ્ઞાનનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહ તમને દરેક ક્ષેત્રે અને દરેક વિષયોમાં સફળતા અપાવનારું પુરવાર થશે. તમારા જ્ઞાનની પ્રશંસા થાય અને તેજસ્વી વિદ્યાર્થીઓએ અત્યાર સુધી મેળવેલી સિદ્ધિઓ બિરદાવવામાં આવે. જોકે ઉચ્ચ અભ્યાસમાં જોડાયેલા જાતકોને મહેનત વધારવી…

વૃષભ સ્વાસ્થ્યનું ફળકથન

આ સપ્તાહ

આ સપ્તાહે શરૂઆતમાં તો ટેન્શન જેવું નથી પરંતુ ઉત્તરાર્ધમાં તમારે સ્વાસ્થ્યની વિશેષ કાળજી લેવી જ પડશે. ગરમીજન્ય રોગોની સમસ્યા હોય તેમણે અત્યારે ભારે ભોજનના બદલે પ્રવાહી ચીજો લેવાનો આગ્રહ રાખવો. આ ઉપરાંત આકસ્મિક ઇજાની શક્યતા…

નિયતસમયનું ફળકથન